હવે તમારા Whatsapp ચેટ પર નજર રાખશે પોલીસ, મેસેજ પણ વાંચશે

By : krupamehta 11:52 AM, 06 December 2018 | Updated : 11:56 AM, 06 December 2018
જો તમે પણ વોટ્સએપ અને ટેલીગ્રામ એપ પર ખૂબ ચેટિંગ કરવા અને પ્રાઇવેટ વાતચીત કરવાની ટેવ છે તો તમારા માટે મોટા સમાચાર છે, કારણ કે પોલીસ તમારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેટ પર નજર રાખશે. ખાસ વાત એ છે કે આ બંને કંપનીઓ તમારા ચેટને સુરક્ષિત રાખવા માટે એન્ડ ટૂ એન્ડ ઇન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે અને આ કંપનીઓ એન્ડ ટૂ એન્ડ ઇનક્રિપ્શનનું એક્સેસ પોલીસને આપવાની છે. જો કે તમારે પરેશાન થવાની જરૂર નથી કારણ કે આવું ભારતમા નહીં પરંતુ ઓસ્ટ્રેલિયામાં થવાનું છે.

આમ તો ભારત જેવા દેશમાં હાલ વોટ્સએપ પર તોફાન ભડકાવવા અને કોઇને ઉકસાવવા વાળા મેસેજ શેર થઇ રહ્યા છે. વોટ્સએપ મેસેજના કારણએ જ કેટલીક જગ્યાઓ પર તોફાનો પણ થયા. એવામાં ભારત સરકાર પણ વોટ્સએપ જેવી કંપનીઓથી મેસેજ માટે તમામ જાણકારી સતત માંગી રહી છે પરંતુ વોટ્સએપએ હાલ જાણકારી આપવાની ના પાડી દીધી છે. પરંતુ ભવિષ્યમાં એવું થઇ શકે છે કે ઓસ્ટ્રેલિયા પોલીસની જેમ ભારતીય પોલીસને પણ વોટ્સએપ મેસેજ વાંચવાની પરવાનગી મળી જાય.

જો કે ઓસ્ટ્રેલિયામાં પણ આ નિયમ હજુ લાગૂ થયો નથી. એક એવો પ્રસ્તાન આપવામાં આવ્યો છે જે હજુ પ્રોસેસમાં છે. જો આ પ્રસ્તાવમાં સહમતિ બને છે તો સરકાર સોશિ.લ મીડિયા કંપનીઓ પર મેસેજ એક્સેસ કરવા એન્ડ ટૂ એન્ડ ઇનક્રિપ્શન હટાવવાનું દબાણ બનાવી શકે છે. તો કેટલાક લોકોએ આ બિલની ટીકા કરી છે અને કહ્યું છે છે. આ લોકોની પ્રાઇવસી પર સીધી અસર થશે. Recent Story

Popular Story