બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:26 AM, 19 February 2025
Online Fraud : સાયબર ક્રાઇમની અનેક પ્રકારની ઘટનાઓ વચ્ચે ફરી એકવાર ચેતવણીજનક ઘટના સામે આવી છે. પર્થની એક મહિલા ઓનલાઈન પ્રેમ શોધતી વખતે છેતરપિંડીનો ભોગ બની છે. મહિલાએ પોતાના આખા જીવનની 4.3 કરોડ રૂપિયાની બચત ગુમાવી દીધી છે. એક અહેવાલ મુજબ 57 વર્ષીય એનેટ ફોર્ડ હવે પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં એક સસ્તું ઘર પણ ખરીદી શકે તેમ નથી. લગ્ન તૂટી ગયા બાદ એક મહિલા ઓનલાઈન લાઈફ પાર્ટનર શોધવા જતાં છેતરપિંડીનો ભોગ બની છે.
ADVERTISEMENT
શું હતી સમગ્ર ઘટના ?
વિગતો મુજબ એક મહિલાના લગ્ન 2018માં તૂટી ગયા. થોડા સમય પછી તેના પતિએ ફરીથી લગ્ન કર્યા. લગ્નજીવન તૂટી ગયા પછી જીવનસાથીની શોધમાં મહિલાએ "પ્લેન્ટી ઓફ ફિશ" નામની ડેટિંગ સાઇટ પર 'વિલિયમ' નામના પુરુષ સાથે વાત કરવાનું શરૂ કર્યું. તે પુરુષે ઘણા મહિનાઓ સુધી મહિલાનો વિશ્વાસ જીતી લીધો અને પછી તેની પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું. 'વિલિયમ' એ કહ્યું કે તેને પૈસાની જરૂર છે કારણ કે તેનું પાકીટ મલેશિયામાં ચોરાઈ ગયું હતું.
ADVERTISEMENT
આ પછી મહિલાને કહેવામાં આવ્યું કે, વિલિયમ હોસ્પિટલમાં દાખલ છે અને તેને તેની સારવાર માટે પૈસાની જરૂર છે. સમાચાર સાંભળ્યા પછી મહિલાએ બિલ ચૂકવી દીધું. આ પછી મહિલાએ વિલિયમને ખર્ચ માટે પૈસા પણ આપ્યા. પૈસાની માંગણીઓ ચાલુ રહી અને જ્યારે એનેટ ફોર્ડને શંકા ગઈ કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તેમણે 1.6 કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. મહિલાએ પોતાનું સ્વ-વ્યવસ્થાપિત સુપર ફંડ પણ ખાલી કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસમાં રિપોર્ટ નોંધાવવા છતાં એનેટ ફોર્ડને કોઈ જવાબ મળ્યો નહીં.
આ ઘટનાના ચાર વર્ષ પછી એનેટ ફોર્ડ બીજી છેતરપિંડીનો ભોગ બન્યા આ વખતે ફેસબુક પર 'નેલ્સન' નામના એક અજાણી વ્યક્તિ દ્વારા જેણે કહ્યું કે તે એમ્સ્ટરડેમમાં રહે છે. તે માણસે કહ્યું કે, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) માં તેનો એક મિત્ર હતો જેને ચાલુ તપાસમાં મદદ કરવા માટે $2,500 ની જરૂર હતી. જોખમ સમજીને એનેટ ફોર્ડે શરૂઆતમાં ના પાડી, પરંતુ ઠગે તેણીને કહ્યું કે, પહેલા તે જે પૈસા મોકલશે તે બિટકોઈન ATMમાં જમા કરાવે.
એનેટ ફોર્ડ જણાવ્યું હતું કે, તેમના ખાતામાંથી તેમની જાણ બહાર પૈસા આવતા-જતા રહેતા હતા અને જ્યારે તેમને ખબર પડી ત્યારે તેમના ખાતામાંથી 1.5 કરોડ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. આ સમગ્ર છેતરપિંડીમાં મહિનાએ કુલ 4.3 કરોડ રૂપિયા ગુમાવ્યા. બધું ગુમાવ્યા પછી એનેટ ફોર્ડ હવે ઓસ્ટ્રેલિયનોને આવા છેતરપિંડી કરનારાઓનો શિકાર ન બનવા અપીલ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.