અહીં રસ્તા અને ઝાડ પર ફરી રહ્યાં છે મગર, સદીનું સૌથી મોટું સંકટ દેશ પર

By : admin 06:05 PM, 08 February 2019 | Updated : 06:05 PM, 08 February 2019
ઓસ્ટ્રેલિયામાં સદીનાં સૌથી ભયાનક પૂરને કારણ નદીઓનું પાણી માર્ગો પર આવી ગયું અને જેનાંથી ઉત્તર પૂર્વી ભાગોમાં હજારો લોકોને પોતાનાં ઘરોમાંથી વિસ્થાપિત થવું પડશે. આ પૂર એટલું ભયંકર હતું કે, લોકોને બચાવવા માટે સરકારે સેના લગાવવી પડી.

આલમ એ છે કે ઓસ્ટ્રેલિયાનાં નોર્થ ક્વીન્સલેન્ડમાં પૂરને કારણ જાહેર માર્ગો અને વૃક્ષો પર મગરો ફરી રહ્યાં છે. ત્યારે લોકોએ પોતાનાં મકાનનાં ધાબાં પર જઇને પોતાનો જીવ બચાવવો પડે છે. ઉત્તરપૂર્વી ક્વીન્સલેન્ડનાં ટાઉંસવિલે શહેરમાં હજારો નિવાસી વિના વીજળીએ રહી રહ્યાં છે અને જો વરસાદ શરૂ રહ્યો તો 20,000થી અધિક મકાનો જલમગ્ન થવાનો ખતરો છે. મુંદિન્ગબુરા ક્ષેત્રમાં મગરને લોકોએ પાણીથી બહાર ચાલતા જોયાં.
ઓસ્ટ્રેલિયાનાં ઉત્તરી ભાગમાં મોન્સૂન સમયે ભારે વરસાદ થાય છે પરંતુ હાલમાં જ થયેલ વરસાદ સામાન્ય સ્તરથી અધિક છે. હવામાન વિભાગે આશંકા જતાવી છે કે સ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે. નિવાસીઓને ઉંચા સ્થાનો પર જવાની સલાહ આપવામાં આવી છે. પૂરથી પરેશાન અનેક લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને રાહત પહોંચાડવાની અપીલ કરી રહ્યાં છે. અનેક લોકો લાંબા સમયથી ફસાયેલાં છે પરંતુ તેઓની પાસે હોડીઓ પહોંચી શકી નથી. છેલ્લાં 6 દિવસોથી શહેરમાં પૂરની સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે. અહીં સૈન્ય કર્મીઓ સતત લોકોની મદદ કરી રહેલ છે. ક્વીંસલેન્ડનાં પ્રમુખે કહ્યું કે, આ મૂળ રૂપથી 20 વર્ષમાં એક વાર નહીં પરંતુ 100 વર્ષમાં એક વાર થનારી ઘટના છે.
 Recent Story

Popular Story