આ મૅચ છેલ્લી અને નિર્ણાયક છે જે બ્રિસ્બેનમાં રમાઇ રહી છે અને જેમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 328 રનનો લક્ષ્ય આપ્યો છે.
ભારતીય બૉલર્સે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં 294 રન પર ઓલઆઉટ કરી દીધા હતા. સાથે જ ઇન્ડિયાને સિરીઝ જીતવા 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. આ પહેલા ભારતની પહેલી ઇનિંગ 336 રન પર પૂર્ણ થઇ ગઇ હતી. ભારત જો બ્રિસ્બેનમાં ટેસ્ટ મૅચ જીતી લે છે તો તે સિરીઝ પર 2-1થી જીત મેળવી લેશે.
આ સિવાય જો મૅચ ડ્રો થાય છે તો સિરીઝ 1-1થી બરાબર થઇ જાય છે. આ રીતે પણ બોર્ડર ગાવાસ્કર ટ્રોફી ભારત પાસે જ રહેશે કારણકે છેલ્લી મૅચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ સિરીઝમાં 2-1થી હરાવ્યુ હતુ.