ક્રિકેટ / ભારત સામેની વન ડે શ્રેણીને લઇને ઓસ્ટ્રેલિયા ટીમની જાહેરાત, વર્લ્ડકપમાં રમેલા આ 7 ખેલાડીઓ બહાર!

 Australia announce squad for India tour Marnus Labuschagne gets maiden ODI call

ભારત સામે આગામી મહિને રમાનારી ત્રણ વન ડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયા ટીમે ઈંગ્લેન્ડ વર્લ્ડકપમાં રમેલા 7 ખેલાડીઓને ટીમમાંથી ડ્રોપ કર્યા છે. આ ખેલાડીઓમાં ગ્લેન મેક્સવેલ, નાથન લાયન અને માર્કસ સ્ટોઈનિસ જેવા ખેલાડીઓ સામેલ છે. ઓસ્ટ્રેલિયા સિલેક્ટર્સે ટેસ્ટ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર માર્નસ લાબુશેનને 14 ખેલાડીઓની ટીમનો ભાગ બનાવ્યો છે. જ્યારે, જોશ હેઝલવુડની વનડે ટીમમાં વાપસી થઈ છે. એવા પણ સમાચાર છે કે કોચ જસ્ટિન લેન્ગર આરામ પર હોવાથી વન ડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા ટીમે એન્ડ્રયૂ મેક્ડોનાલ્ડને હેડ કોચ બનાવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ