બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VTV વિશેષ / અહમદનગરમાં મોત તો ઔરંગઝેબને ઔરંગાબાદમાં કેમ દફનાવાયો? ખુલ્લા આકાશ નીચે કેમ રખાઈ કબર? મોટું રહસ્ય

ઔરંગઝેબ કબર વિવાદ / અહમદનગરમાં મોત તો ઔરંગઝેબને ઔરંગાબાદમાં કેમ દફનાવાયો? ખુલ્લા આકાશ નીચે કેમ રખાઈ કબર? મોટું રહસ્ય

Last Updated: 08:54 PM, 18 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર પરનો વિવાદ વકરી રહ્યો છે ત્યારે સહેજે સવાલ થાય છે કે તેનું મોત અહમદનગરમાં થયું હતું તો પછી લાશને ઔરંગાબાદમાં કેમ દફનાવાઈ?

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં (પહેલાનું ઔરંગાબાદ) આવેલી મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર મોટા રાજકીય વમળમાં ફસાઈ છે. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળે ઔરંગઝેબની કબરને તોડી પાડવાની અથવા ત્યાંથી હટાવાની બુલંદ માગ શરુ કરી છે. મરાઠા રાજના છેલ્લા વંશજ અને સતારાના ભાજપ સાંસદ પણ ઔરંગઝેબની કબર તોડી પાડવાની માગ કરી છે. ખુદ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં નિવેદન આપવું પડ્યું હતું. આ મોટા રાજકીય વિવાદની વચ્ચે સવાલ થાય છે કે મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર અહીં કેમ રખાઈ અને બાદશાહને આગ્રા કે દિલ્હી છોડીને અહીં કેમ દફનાવાયો.

સંભાજી નગરમાંથી ઔરંગઝેબની કબર હટાવાની કેમ માગ

હકીકતમાં બાદશાહ રહેતી વખતે ઔરંગઝેબે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની દગાથી ધરપકડ કરીને તેમને કૂરતાપૂર્વક મારી નાખ્યાં હતા. આ ઉપરાંત ઔરંગઝેબ ખૂબ ક્રૂર અને ઝનૂની રાજા હતો અને તેણે હિંદુઓ પર મોટા પાયે અત્યાચાર કર્યો હતો.

1707માં મોત બાદ ઔરંગઝેબને અહીં દફનાવાયો

ઔરંગઝેબનું મોત સન 1707માં થયું હતું અને મરતાં પહેલાના વસિયતનામામાં તેણે લખ્યું હતું કે તેને તેના ગુરુ જૈનુદ્દીનની કબર નજીક દફનાવામાં આવે અને તેની કબર એકદમ સાદી રાખવામાં આવે અને તે પણ ખુલ્લા આકાશ નીચે. તેની આખરી ઈચ્છાને માન આપીને તેને તેના ગુરુ પાસે દફનાવાયો અને તેની કબર ખુલ્લા આકાશ નીચે એકદમ સાદી રાખવામાં આવી. ઔરંગઝેબ જૈનુદ્દીનને પોતાના ગુરુ માનતો હતો. સંભાજી નગરમાં ઔરંગઝેબની સાથે જૈનુદ્દીનની પણ કબર આવેલી છે.

ક્યાંથી શરુ થયો વિવાદ

ગત મહિને સમાજવાદી પાર્ટી (SP) ના નેતા અબુ આઝમીએ મુઘલ સમ્રાટની પ્રશંસા કરતા ઔરંગઝેબ પર વિવાદ શરૂ થયો હતો , જેમાં તેમણે કહ્યું હતું કે મુઘલ સમ્રાટના સમયમાં ભારતને "સોને કી ચિડિયા" કહેવામાં આવતું હતું. તેમણે ઔરંગઝેબને "સારા પ્રશાસક" પણ કહ્યા હતા, બસ ત્યારથી વિવાદ શરુ થયો હતો.

ઔરંગઝેબની કબર હટાવાની માગ

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનોએ સોમવારે રાજ્ય સરકારને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું જેમાં ખુલ્દાબાદમા આવેલી ઔરંગઝેબની કબરને હટાવાની માગ કરાઈ હતી. આ સંગઠનોએ માંગણી પૂર્ણ ન થાય તો 'કારસેવા' અને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી છે. મરાઠા રાજાના વંશજ ભાજપના સતારાના સાંસદ ઉદયનરાજે ભોંસલેએ પણ ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ કરી છે.

વિધાનસભામાં શું બોલ્યાં ફડણવીસ

ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકાર ઔરંગઝેબની કબર તો સહી સલામત રાખશે પરંતુ તેનો મહિમામંડળ નહીં સાંખી લેય. જે કોઈ કબરનો મહિમા ગાશે તેની સામે એક્શન લેવામાં આવશે. રાજ્ય વિધાનસભામાં બોલતા ફડણવીસે કહ્યું: અમે ઔરંગઝેબની કબરનું રક્ષણ કરીશું પરંતુ તેમની કે સ્થળની મહિમાને મંજૂરી આપીશું નહીં. છત્રપતિ શિવાજી મહારાજના મંદિરનો મહિમા થશે, ઔરંગઝેબની કબરનો નહીં. દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે ઔરંગઝેબના મકબરાનું રક્ષણ કરવું પડે છે કારણ કે તેને 50 વર્ષ પહેલાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામે, તેનું રક્ષણ કરવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની છે. ઔરંગઝેબે આપણા હજારો લોકોને મારી નાખ્યા પણ આપણે તેની કબરનું રક્ષણ કરવું પડશે. જોકે, હું વચન આપું છું કે ગમે તે થાય, હું ઔરંગઝેબની કબરનો મહિમા થવા દઈશ નહીં. હું ઔરંગઝેબનો મહિમા કરવાના વિચારને કચડી નાખીશ.

ઔરંગઝેબે સંભાજી મહારાજને આપ્યું હતું ક્રૂર મોત

સંભાજી મહારાજ શિવાજી મહારાજના પુત્ર અને મરાઠા સામ્રાજ્યના બીજા રાજા હતા. તેમનો જન્મ પુરંદરના કિલ્લામાં સન 1657માં થયો હતો અને 1689ની સાલમાં 31 વર્ષની વયે અવસાન પામ્યાં હતા. રાયગઢના કિલ્લામાં સન 1674માં શિવાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. શિવાજી મહારાજના અવસાન બાદ સંભાજી મરાઠા સામ્રાજ્યના બીજા રાજા બન્યાં અને 1681માં તેમનો રાજ્યાભિષેક થયો. અંતે 1689ની સાલમાં મુઘલ બાદશાહ ઔરંગઝેબ સંભાજી મહારાજને દગાથી પકડી લીધાં હતા અને મોત પહેલાં તેમને અનેક ક્રૂર યાતનાઓ આપી હતી એવી યાતનાઓ કે કદાચ નર્કમાં પણ આવી નહીં હોય. સંભાજી મહારાજ અને તેમના એક સાથીને રંગલાના વેશમાં મેલાઘેલા કપડાં પહેરાવીને હાથ પર બેસાડીને રાજધાની આગ્રા લાવવામાં આવ્યાં હતા.

ઈસ્લામ ન અપનાવતાં શહીદી વહોરી

આગ્રામાં ભર્યા દરબારમાં સંભાજી મહારાજને ઈસ્લામ અંગીકાર કરી લેવાનું કહેવાયું હતું જે તેમને જરા પણ મંજૂર નહોતું. ઈતિહાસમાં તો ત્યાં સુધી લખાયેલું છે કે સંભાજી મહારાજે તો ત્યાં સુધી કહેલું કે ઔરંગઝેબ તેમની પુત્રી પણ તેમને પરણાવે તો તેઓ મુસ્લિમ નહીં બને, આ પછી ગુસ્સે ભરાયેલા ઔરંગઝેબ તેમને ક્રૂર મોત આપ્યું. સૌથી પહેલા સંભાજી મહારાજની જીભ કાપવામાં આવી, ત્યાર બાદ શરીરના એક એક અંગ કાપીને કૂતરાને ખવડાવી દેવામાં આવ્યાં. આ રીતે શહીદી વહોરી પણ ન વટલાયાં.

વિવાદ બાદ મુલાકાતીઓની સંખ્યા ઘટી

ઔરંગઝેબની કબર ઐતિહાસિક કબર છે અને તે ASI દ્વારા રક્ષિત સ્મારક છે પરંતુ તાજા વિવાદ બાદ તેની કબરે આવનાર પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે તેવું ત્યાંના કેર ટેકરે જણાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aurangzeb news Aurangzeb tomb row aurangzeb tomb controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ