એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસમાં રહેલા નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ મંગળવારે દીપિકા પાદુકોણની મેનજર કરિશ્મા પ્રકાશના ઘરે રેડ પાડી હતી. એનસીબીના સૂત્રોના જણાવ્યાનુંસાર વર્સોવા સ્થિત કરિશ્માના ઘર પર રેડમાં 1.7 ગ્રામ ચરસ અને ઓછોમાં ઓછી 2 બોટલ ભાંગનું તેલ (CBD oil) જપ્ત કરવામાં આવ્યું છે. કરિશ્મા પ્રકાશ સાથે એનસીબીએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં દાખલ થયેલી એફઆઈઆર અંતર્ગત પુછપરછ કરી હતી.
રેડમાં 1.7 ગ્રામ ચરસ અને 2 CBD oil જપ્ત કરવામાં આવ્યું
વર્સોવા સ્થિત કરિશ્માના ઘર પર રેડ
દીપિકા પાદુકોણની મેનજર કરિશ્મા પ્રકાશના ઘરે રેડ
રેડ અંગે એનસીબીના અધિકારીઓએ જણાવ્યું કે ડ્રગ્સ નેટવર્કની તપાસમાં પકડાયેલા એક ડ્રગ્સ પેડલર્સ સાથેની પુછપરછમાં તેણે કરિશ્મા પ્રકાશનું નામ લીધું હતુ. આ જ આધાર પર મંગળવારે તેના ઘરે રેડ પાડી હતી. તેમજ રેડમાં 1.7 ગ્રામ ચરસ અને ઓછોમાં ઓછી 2 બોટલ ભાંગનું તેલ (CBD oil) જપ્ત કરવામાં આવ્યું છે
અધિકારીઓના કહેવ પ્રમાણે રેડ દરમિયાન પ્રકાશ ઘરે નહોંતી અને ઘર પર તેના જાણીતા લોકોની હાજરીમાં સર્ચ કરવામાં આવ્યું છે. ઓફિસરોએ જાણકારી આપી છે કે ગુરુવારે કરિશ્મા પ્રકાશને આ અંગે વાતચીત કરવા માટે એનસીબી બોલાવી શકે છે. તેમનો ફોન સ્વીચ ઓફ છે. એ જાણી નથી શકાયું કે તે ક્યાં છે.
ઓફિસરોના જણાવ્યાનુંસાર કરિશ્મા પ્રકાશે એનડીપીએસ અધિનિયમની કલમનો ભંગ કર્યો છે. ત્યારે ફરિયાદમાં તેમનું નામ દાખલ કરતા પહેલા તેમને પોતાની સફાઈ માટે એક તક અપાશે. જો કે અત્યાર સુધી આ મામલામાં હજું સુધી દીપિકા પાદુકોણનું કનેક્શન મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ પણ એનસીબીમાં ગત મહિને હાજર થઈ ચૂકી છે.