AUDIO: 'Whole village apologizes along with electricity bill', clashes with PGVCL officials during electricity checking
હાલાકી /
AUDIO: 'વીજ બિલ સાથે આખું ગામ માફી પણ માંગે', વીજ ચેકિંગ દરમિયાન PGVCLના અધિકારીઓ સાથે થઈ તકરાર
Team VTV11:34 PM, 03 Feb 23
| Updated: 11:49 PM, 03 Feb 23
બોટાદના ઢસા PGVCL ના વીજ કર્મચારીની દાદાગીરીનો ઓડિયો સામે આવવા પામ્યો છે. જેમાં PGVCL એ ચિતાપર ગામનો વીજ પુરવઠો બંધ કર્યો છે.
ઢસા PGVCL ની દાદાગીરીનો ઓડિયો આવ્યો સામે
PGVCLએ ચિતાપર ગામનો વીજ પુરવઠો બંધ કર્યો
રાત્રી દરમિયાન લાઇટ ન મળતા ગામના લોકો પરેશાન
બોટાદના ઢસા PGVCL ના વીજ કર્મચારીની દાદાગીરીનો ઓડિયો સામે આવવા પામ્યો છે. જેમાં PGVCL એ ચિતાપર ગામનો વીજ પુરવઠો બંધ કર્યો છે. ત્યારે આખા ગામમાં વીજ પુવરઠો બંધ કરાતા અંધારપટ છવાયો હતો. ત્યારે વીજ પુરવઠાને લઈ સ્થાનિક અને PGVCL ના અધિકારીઓ વચ્ચે તકરાર થવા પામી હતી. PGVCL ના અધિકારીઓ સાથે માથાકૂટ થઈ હતી
બોટાદના ઠસા ગામે PGVCL ના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે તકરાર થવા પામી હતી. જે મામલે PGVCL ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગામના તમામ લોકો વીજ બીલ ભરે ત્યાર બાદ જ વીજ પુરવઠો શરૂ કરાશે. ત્યારે વીજ બિલ સાથે સાથે આખું ગામ માફી પણ માંગે. તેમજ વીજ ચેકિંગ દરમિયાન PGVCL ના અધિકારીઓ સાથે માથાકૂટ થઈ હતી. ત્યારે માથાકૂટને લઈ PGVCL ના અધિકારીએ માફી માંગવાનું કહ્યું છે. ત્યારે રાત્રી દરમિયાન લાઈટ ન મળતા ગામના લોકો પરેશાન થઈ ગયા હતા.
વીજ કર્મી અને ગ્રામજન વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ
આ બાબતે PGVCL ના કર્મચારીઓ તેમજ ગ્રામજનો વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ થવા પામ્યો હતો. જેમાં વીજ કંપનીના કર્મચારી બોલી રહ્યો છે કે ચિતાપુર ગામનો વીજ પુરવઠો બંધ જ રાખવામાં આવશે. ત્યારે ગ્રામજન દ્વારા લાઈટ ક્યારે આવશે તે બાબતે પૂછતા વીજ કંપનીના કર્મચારીએ જણાવ્યું હતું કે તમામ લોકોનાં વીજ બિલ ભરાશે. તેમજ તમામ લોકો માફી માંગશે કે વીજ ચોરી નહી કરીએ તે બાદ જ પાવર ચાલુ કરવામાં આવશે.