ગુજરાતમાં ખેડૂત આંદોલનને નામે ખાલી ફોટા પડાવવા તૂત ઉભા કરતા હોવાની એક કથિત ઓડિયો વાયરલ થઈ છે. આવો જાણીએ શું છે મામલો?
ફોટો પડાવા વિરોધ પ્રદર્શન?
વશરામ સાગઠિયાની કથિત ઓડિયો ક્લીપ
ખેડૂત સમંલેન પહેલા ઓડિયો ક્લીપ વાયરલ
રાજકોટમાં થનાર ખેડૂત સંમેલનનો મામલે કથિચ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠીયાનો ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે તેમની આ વાત ચીત જિ.પંચાયતના પૂર્વ ઉ.પ્ર અવસર નાકિયા સાથેની છે. જેમાં સંમલેનમાં ખેડૂતોના આવવા અંગે બંને નેતા વચ્ચે ચર્ચા ચાલી રહી છે જેમાં પોલીસ રોકે તો રસ્તા પર બેસી જવાનો ઓડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ખેડૂત આંદોલન પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની આગેવાની થાય છે અને એ કોંગ્રેસમાં સક્રિય થાય તે પસંદ ન હોવાના કારણે તેમના જ પક્ષના વિરોધીઓએ ઓડિયો ક્લિપ વાઇરલ કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પોલીસ પાસે ખેડૂત આંદોલન માટે મંજૂરી માંગવામાં આવી હતી. જેમાં મંજૂરી ન આપતા ઘરણા કર્યા હતા જેમાં પણ માત્ર 8 થી 10 લોકો જ ઉપસ્થિત હતા.
શું છે ઓડિયોમાં
વશરામ : અવસરભાઇ કેટલા લોકો આવશો.?
અવસર : 150 જણા આવશે.
વશરામ : કેટલા ?
અવસર : 150
વશરામ : હા તો એ ગાડીના નંબર લઇ લેજો અહીં , ઇન્દ્રનીલ ભાઇ ના માણાને આપી દેજો હું વ્યવસ્થા કરાવી દવ છું
વશરામ : બધાને સૂચના આપી દેજો જ્યાં રોકે ત્યાં રસ્તા પર બેસી જાય અને ખેડૂત આંદોલન માં અમને જવા નથી દેતા , ફોટા પડાવી લેવાના
આખા ગુજરાતમાં આપણે હાઈ લાઇટ કરવું છે કે અમે થવાના હતા 20,000 પણ સરકારે રોકી પાડ્યા છે એટલે અમે ભેગા નથી થયા
અવસર : હા કાંઈ વાંધો નહીં
વશરામ : જ્યાં રોકે ન્યા આવું બોલે બધા ને કહી દેજો
રાજકોટમાં ખેડૂત સંમેલનને શરતી મંજૂરી
રાજકોટમાં ખેડુત સંમેલનને શરતી મંજૂરી મળી છે. તંત્રએ 200 લોકોને એકઠાં કરી નિયમોને આધીન સંમેલન કરવા છૂટ આપી છે. સંમેલન ક્યારે કરવુ તે અંગે આગામી સપ્તાહમાં ખેડૂત આગેવાનોની બેઠક યોજાશે. બેઠકમાં સંમેલન અંગે રણનીતિ નક્કી કરાશે. જો કે કોવિડના નિયમોનું પાલન કરવાની સાથે જ લોકો એકઠા થઇ શકશે.