વડોદરામાં ઓડી કાર માલિકોએ વિરોધ નોંધાવ્યો છે. ઓડી કંપનીની સર્વિસીંગમાં બેદરકારી ભર્યા વલણને લઇ વિરોધ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. 15 ઓડી કારના માલિકોએ વિરોધ કર્યો છે.
ચકલી સર્કલ ખાતે એકઠા થઇ ઓડી કંપની સામે વિરોધ નોંધાવ્યો છે. ઊંચી કિંમત આપવા છતાં સર્વિસીંગ ના મળતી હોવાનો આરોપ છે.
અત્રે નોંધનીય છે કે ઓડી કારની કિંમત ખૂબ ઊંચી હોય છે. દરેક વર્ગના લોકો આ કારની ખરીદી કરી શકતા નથી. ત્યારે ઊંચી કિંમત આપીને ખરીદેલી હોવા છતાં કંપની દ્વારા સારી સર્વિસીંગ ના આપવાનું ઓડી કારના માલિકોએ જણાવ્યું હતું. ત્યારે બેદરકારી ભર્યા વલણને લઇને ઓડી કાર માલિકોએ અનોખો વિરોધ કર્યો છે.