બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:45 PM, 11 December 2024
Atul Subhas Case: અતુલ સુભાષે (Atul Subhash) આત્મહત્યા કરતા પહેલા 24 પાનાની એક નોટ છોડી અને લગભગ દોઢ કલાકનો વીડિયો બનાવ્યો, જેમાં તેમણે તેમની પત્ની અને સાસરિયાઓને આ માટે જવાબદાર ગણાવ્યા છે. આ વીડિયોમાં અતુલે દેશના ન્યાયતંત્ર, પોલીસ અને કાયદામાં પુરૂષોની ઉપેક્ષા અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ સિવાય તેમણે જૌનપુરની ફેમિલી કોર્ટના જજ પર પણ ગંભીર આરોપ લગાવ્યા.
ADVERTISEMENT
બેંગલુરુ સ્થિત એક પ્રતિષ્ઠિત IT કંપનીમાં કામ કરતા એન્જિનિયર અતુલ સુભાષે (Atul Subhash) પત્ની અને સાસરિયાઓથી ત્રાસીને આત્મહત્યા કરી લીધી. આ મુદ્દો આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા 24 પાનાની એક નોટમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે આરોપ લગાવ્યો કે કાયદાનો દુરુપયોગ કરીને તેમને પરેશાન કરવામાં આવ્યા. અતુલે આને 'પુરુષોનો કાનૂની નરસંહાર' ગણાવ્યો અને તેને રોકવાની અપીલ કરી. પોતાના દોઢ કલાકના વીડિયો અને સુસાઈડ નોટમાં અતુલ સુભાષે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી લઈને અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ટેસ્લાના પ્રમુખ એલન મસ્ક (Elon Musk) ને પણ અપીલ કરી હતી. અતુલે કહ્યું કે ભારતમાં કાયદેસર રીતે થઈ રહેલા પુરુષોના નરસંહારને રોકવા માટે પ્રયત્નો કરવા પડશે.
@elonmusk @realDonaldTrump @DonaldJTrumpJr @TeamTrump I will be dead when you will read this. A legal genocide of men happening in India currently.
— Atul Subhash (@AtulSubhas19131) December 8, 2024
https://t.co/wMGmBfoKxd
ADVERTISEMENT
અતુલ સુભાષે છેલ્લી પોસ્ટમાં કરી અપીલ
અતુલ સુભાષે (Atul Subhash) આત્મહત્યા પહેલા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની હતાશા અને પીડા વ્યક્ત કરી. તેમણે તેમની છેલ્લી પોસ્ટમાં લખ્યું કે જયારે તમે આ વાંચી રહ્યા હશો, હું મરી ગયો હોઈશ. ભારતમાં પુરુષોનો કાનૂની નરસંહાર થઈ રહ્યો છે. અતુલ સુભાષે આગળ ટેસ્લાના માલિક એલન મસ્ક (Elon Musk) અને નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ને ટેગ કરીને લખ્યું કે એક મૃત વ્યક્તિ આગ્રહ કરી રહ્યો છે કે તમે જાગૃત વિચારધારા (woke ideologies), ગર્ભપાત અને DEI (વિવિધતા, સમાનતા, સમાવેશ) (Diversity, Equality, Inclusion) થી લાખો જીવન બચાવો.
અતુલ સુભાષે આત્મહત્યા કેમ કરી?
અતુલ સુભાષ (Atul Subhash) મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા. તેઓ બેંગલુરુમાં એક પ્રતિષ્ઠિત IT કંપનીમાં કામ કરતા હતા અને સિનિયર એક્ઝિક્યુટિવના પદ પર હતા. અતુલ સુભાષ તેમની પત્નીથી અલગ રહેતા હતા. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પત્ની, સાસુ, પત્નીના ભાઈ અને તેના કાકા સસરાએ કાયદાનો દુરુપયોગ કરીને લાંબા સમય સુધી તેમને ત્રાસ આપ્યો. એટલું જ નહીં, તેમણે પોતાની સુસાઈડ નોટમાં જૌનપુર ફેમિલી કોર્ટના જજ રીટા કૌશિક પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે.
આ પણ વાંચો: અતુલ સુભાષના વીડિયોએ કેમ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી? થયા ચોંકાવનારા ખુલાસા
અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં પોલીસે નોંધી FIR
અતુલ સુભાષે (Atul Subhash) આત્મહત્યા કર્યા બાદ તેમનો પરિવાર કાયદા પાસે ન્યાયની માંગ કરી રહ્યો છે અને સમગ્ર દેશમાં અતુલ આત્મહત્યા કેસની ચર્ચા થઈ રહી છે. અતુલના ભાઈ વિકાસની ફરિયાદ પર બેંગલુરુના મરાઠાહલ્લી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. જેમાં અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા અને તેમના સાસરિયાઓને BNSની ગંભીર કલમો હેઠળ આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે બધા સામે તપાસ પણ શરૂ કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT