attention to these 7 things in Navratri otherwise Maa Durga will be angry
ધર્મ /
ચૈત્ર નવરાત્રીમાં આ 7 બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર માઁ દુર્ગા થશે કોપાયમાન
Team VTV11:57 PM, 21 Mar 23
| Updated: 06:45 AM, 22 Mar 23
ચૈત્ર નવરાત્રીમાં માઁ દુર્ગા નાવ પર સવાર થઈને આવશે. નવરાત્રીના પહેલા દિવસે માઁ દુર્ગા ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને અન્ય દેવી દેવતાઓ સાથે પૃથ્વીલોક પર આવે છે.
નવરાત્રીમાં આ ભૂલ કરવાથી ખૂબ જ ગંભીર અને અશુભ ફળ પ્રાપ્ત થશે.
પંચાંગ અનુસાર આજે 22 માર્ચના રોજ ચૈત્ર માસની શુક્લપક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. આ દિવસથી નવ સંવત્સર 2080ની પણ શરૂઆત થઈ જાય છે. નવરાત્રીમાં નવ દિવસ સુધી માઁ દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. દર વર્ષે માતા રાનીનું આગમન વિશેષ વાહન પર થાય છે, જેનું ખાસ મહત્ત્વ રહેલું છે. માનવામાં આવે છે કે, નવરાત્રીના પહેલા દિવસે માઁ દુર્ગા ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને અન્ય દેવી દેવતાઓ સાથે પૃથ્વીલોક પર આવે છે. આ વર્ષે માઁ દુર્ગા નાવ પર સવાર થઈને આવશે. નવરાત્રીમાં કઈ ભૂલ ના કરવી જોઈએ, તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
સાફ સફાઈ
નવરાત્રી પહેલા ઘરની સાફ સફાઈ કરી લો. ઘરના મંદિરને સાફ કરી લો. ઘરમાં કોઈપણ પ્રકારની ગંદકી ના કરશો. કચરો, કબાટ જેવી નકામી વસ્તુઓ ઘરમાં ના રાખશો. આ પ્રકારની વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે.
સાત્ત્વિકતા જાળવો
નવરાત્રીમાં સંપૂર્ણપણે સાત્ત્વિકતાનું પાલન કરો. ડુંગળી અને લસણનું ભૂલથી પણ સેવન ના કરશો. નવરાત્રીમાં આ પ્રકારની વસ્તુઓ ઘરમાં લાવવી જ ના જોઈએ, જેનાથી માતા નારાજ થઈ જાય છે. માનવામાં આવે છે કે, આ પ્રકારની વસ્તુઓ માનસિક અશાંતિનું કારણ બને છે. આ કારણોસર 9 દિવસ સુધી સાત્ત્વિક ભોજન જ ખાવું જોઈએ.
નખ કાપવા
નવરાત્રીના 9 દિવસો દરમિયાન નખ ના કાપશો. અનેક લોકો નવરાત્રી શરૂ તતા પહેલા નખ કાપી લે છે, જેથી 9 દિવસ સુધી નખ કાપવા ના પડે. આ પ્રકારે કરવાથી માઁ દુર્ગા નારાજ થઈ જાય છે.
વાળ કાપવા
નવરાત્રી દરમિયાન કટિંગ અને શેવિંગ ના કરાવવું જોઈએ. કહેવામાં આવે છે કે, નવરાત્રી દરમિયાન વાળ કાપવાથી ભવિષ્યમાં સફળતા મળવાની સંભાવના ઓછી થઈ જાય છે. આ કારણોસર 9 દિવસ સુધી વાળ અને દાઢી ના કરાવવી જોઈએ.
દારૂનું સેવન કરવું
ધાર્મિક માન્યતા અનુસાર કોઈપણ પવિત્ર સમારોહ અથવા તહેવાર દરમિયાન દારૂનું સેવન ના કરવું જોઈએ. માઁની આરાધના માટે ચૈત્ર નવરાત્રીને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે.
ચામડાની વસ્તુ ના પહેરવી
બેલ્ટ, ચપ્પલ, જેકેટ, બ્રેસલેટ જેવી ચામડાની વસ્તુ ના પહેરવી જોઈએ. જાનવરોની ચામડાથી આ તમામ ચામડાની વસ્તુ બનાવવામાં આવે છે અને તેને અશુભ માનવામાં આવે છે.
અપશબ્દ ના બોલવા
નવરાત્રીમાં માઁ દુર્ગાની આરાધના અને ભક્તિ કરવામાં આવે છે, તેથી નવરાત્રી દરમિયાન અપશબ્દ ના બોલવા જોઈએ. નવરાત્રીમાં અપશબ્દ બોલવાથી માઁ દુર્ગા કોપાયમાન થાય છે.