બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / Technology / ટેક અને ઓટો / Netflix યુઝર્સ સાવધાન! એક ભૂલ અને એકાઉન્ટ ખાલી, તમારી સાથે પણ થઇ શકે છે આ સ્કેમ

એલર્ટ / Netflix યુઝર્સ સાવધાન! એક ભૂલ અને એકાઉન્ટ ખાલી, તમારી સાથે પણ થઇ શકે છે આ સ્કેમ

Last Updated: 03:27 PM, 30 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કેમર્સનો ઉદ્દેશ નેટફ્લિક્સ યૂજર્સને તેમના એકાઉન્ટની વિગતો અને ક્રેડિટ કાર્ડની માહિતી આપવા માટે છેતરવાનો છે.

Netflix Subscription Scam: નેટફ્લિક્સ યૂજર્સ મોટા સાયબર હુમલાનો સામનો કરી રહ્યા છે. સ્કેમર્સનો ઉદ્દેશ નેટફ્લિક્સ યૂજર્સને તેમના એકાઉન્ટની વિગતો અને ક્રેડિટ કાર્ડની માહિતી આપવા માટે છેતરવાનો છે.

નેટફ્લિક્સ યુઝર્સ મોટા સાયબર હુમલાનો સામનો કરી રહ્યા છે. બિટડિફેંડરની સિક્યોરિટી રિસર્ચર્સના એક અહેવાલે નેટફ્લિક્સ સબ્સ્ક્રાઇબર્સને એક મોટા સાયબર કૌભાંડ વિશે ચેતવણી આપી છે. સાયબર ગુનેગારો નકલી મેસેજ મોકલીને લોકોની મહત્વપૂર્ણ માહિતી ચોરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ નેટફ્લિક્સ વપરાશકર્તાઓને તેમના ખાતાની વિગતો અને ક્રેડિટ કાર્ડની માહિતી આપવા માટે છેતરવાનો છે.

સાયબર આરોપી લોકોને નકલી લિંક ખોલવા માટે બે તરીકા અપનાવી રહ્યા છે.

લાલચ આપીને - તેઓ લોકોને ઈનામ અથવા અમુક લાભનો વાયદો આપે છે.

ડરાવી - તેઓ લોકોને ધમકી આપે છે કે જો તેઓ તાત્કાલિક પગલાં નહીં લે તો તેમનું નેટફ્લિક્સ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે.

આ સાયબર કૌભાંડ સપ્ટેમ્બરથી શરૂ થયું હતું અને હજુ પણ 23 દેશોમાં ચાલુ છે. અસરગ્રસ્ત દેશોમાં જર્મની, સ્પેન, યુએસ, ફ્રાન્સ, ગ્રીસ, પોર્ટુગલ, ઓસ્ટ્રેલિયા અને અન્ય ઘણા દેશોનો સમાવેશ થાય છે.

સાયબર ગુનેગારોનો હેતુ

આ મેસેજ એક નકલી લિંક્સ હોય છે જે યૂજર્સને નકલી નેટફ્લિક્સ લૉગિન પેજ પર લઈ જાય છે. એકવાર તેઓ નકલી સાઇટ પર પહોંચી જાય, પછી યૂજર્સને તેમના નેટફ્લિક્સ યૂજર નામ, પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડની માહિતી પુરી પાડવા માટે કહેવામાં આવે છે.

Website_Ad_1200_1200.width-800

નકલી Netflix સંદેશાઓ કેવી રીતે ઓળખવા

SMS - નેટફ્લિક્સ ક્યારેય SMS દ્વારા એકાઉન્ટ સંબંધિત સૂચનાઓ મોકલતું નથી.

શંકાસ્પદ લિંક્સ - અજાણ્યા સંદેશાઓની લિંક્સથી સાવચેત રહો, ખાસ કરીને જે સામાન્ય અથવા ખરાબ રીતે લખાયેલ હોય.

તાત્કાલિક પગલાં લેવાની માંગ - સાયબર ગુનેગારો ઘણીવાર લોકો પર ઉતાવળમાં નિર્ણય લેવા દબાણ કરે છે.

આ પણ વાંચોઃ શિયાળામાં બાઇક સ્ટાર્ટ કરવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે? તો અપનાવો આ ટિપ્સ, ચાલુ થઇ જશે

તેવી રીતે બચવું

શંકાસ્પદ સંદેશાઓને અવગણો - શંકાસ્પદ અથવા અસામાન્ય લાગતા કોઈપણ SMSને કાઢી નાખો.

સીધા ચકાસો - તમને તમારા નેટફ્લિક્સ એકાઉન્ટ વિશે ચિંતા હોય, તો નેટફ્લિક્સની સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશન દ્વારા સીધા જ લોગ ઇન કરો.

મજબૂત પાસવર્ડ બનાવો - એક મજબૂત અને અનન્ય પાસવર્ડ બનાવો. મજબૂત પાસવર્ડ તમારા એકાઉન્ટને હેકર્સથી સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે.

ટુ-ફૈક્ટર ઓથેટિકેશન ઇનેબલ કરો - જો ઉપલબ્ધ હોય તો ટૂ-ફૈક્ટર ઓથેટિકેશનને ઇનેબલ કરો. આ તમારા એકાઉન્ટની સુરક્ષામાં વધારાનું સ્તર ઉમેરે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

netflix scam Netflix Subscription Scam Cyber Fraud
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ