Attempted robbery by spraying a woman's eye, Neighbors grabbed the young man
અમદાવાદ /
શાહીબાગમાં નળ રિપેરિંગના બહાને ઘરે ઘુસેલા યુવકે મહિલાની આંખમાં નાખ્યો સ્પ્રે, બાદમાં જુઓ શું થયું
Team VTV06:00 PM, 28 Oct 21
| Updated: 04:11 PM, 29 Oct 21
અમદાવાદ શહેરના શાહિબાગ વિસ્તારમાં મહિલા ઘરમાં એકલી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ આંખમાં સ્પ્રે નાખી લૂંટનો પ્રયાસ કર્યો, જો કે પાડોશીઓ મદદ માટે દોડી આવતા શખ્સોને ઝડપી પોલીસને હવાલો કરી દેવામાં આવ્યા
અમદાવાદ મહિલાનાં આંખમાં સ્પ્રે મારી લૂંટનો પ્રયાસ
નળનું રિપેરીંગ કરવા આવ્યા હોવાનું કહીને કર્યો પ્રવેશ
મહિલાએ બુમાબુમ કરતા પાડોશીઓએ શખ્સોને પકડ્યો
તહેવારોની સિઝન નજીક આવી રહી છે, ત્યારે તહેવારોમાં લોકો ખરીદી કરતા જોવા મળતા હોય છે દિવાળી માટે ખરીદીનો માહોલ જામ્યો છે ત્યારે તસ્કરો, લૂંટારૂઓ તેમજ ચોરીના કે ઘરફોડ ચોરીના કિસ્સાઓમાં વધારો થતો હોય છે, તેમજ ભીડભાડ વાળી જગ્યાએ ચોરો તકનો લાભ શોધી મોઘી ચીજવસ્તુઓ, કિંમતી ઘરેલ, કે રૂપિયા લઈને રુફ્ફુ ચક્કર થઈ જતા હોય છે. ત્યારે આજે અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
1 વર્ષ પહેલા લાઈટીંગ કામ કરવા આવેલા યુવકની કરતૂત
અમદાવાદ શહેરના શાહિબાગ વિસ્તારમાં મહિલા ઘરમાં એકલી હતી ત્યારે બે શખ્સો તેના ઘરે આવી ચઢ્યો હતો અને તેની આંખમાં જ્વલનશીલ પર્દાથ કે સ્પ્રે મારીને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાની સમયસૂચકતા અને બહાદૂરીની કારણે લૂંટને નિષ્ફળ બનાવાય હતી, મહિલાની આંખોમાં સ્પ્રે મારી લૂંટનો પ્રયાસ કરતા, મહિલાએ મદદ માટેની પોકાર કરતા આસપાસના પાડોશીઓ મદદ માટે દોડી આવ્યા હતા, જે બાદ પાડોશીઓ લૂંટ કરવા આવેલા શખ્સો ઝડપી પાડી તેને બરાબરનો મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કરી દેવામાં હતા.
સમગ્ર મામલે પોલીસ બે યુવકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, લૂંટ કરના શખ્સને લઈને પોલીસે જણાવ્યું હતું કે આ બે યુવકો નળનું રિપેરિંગ કરવાનું કહીને ઘરમાં ઘૂસી આવ્યો હતો અગાઉ આ યુવક એક વર્ષ પહેલા મહિલાના ઘરમાં લાઈટિંગનું કામ કરવા આવેલો આવ્યો હતો. જો કે ત્યારે યુવકને કંઈ હાથ લાગ્યું ન હતું પરતું આજે ફરી આ યુવકો આવ્યા હતા અને તેણે રસોડામાં જઈને મહિલાના આંખમાં સ્પ્રે નાખીને મહિલાને માર મારી લૂંટનો પ્રયાસ કર્યો પરતું મહિલાની મદદ માટે આસપાસનો લોકો દોડી આવતા, લૂંટના પ્રયાસને નિષ્ફળ બનાવાયો હતો.
શાહીબાગ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
મહત્વનું છે કે તહેવારોમાં ઘરફોડ ચોરી, લૂંટ, ચેનસ્ક્રેચિંગના બનાવો વધી જતા હોય છે ત્યારે આવા કિસ્સાઓની પોલીસ નાગરિકોને સાવધાન રહેવાનું નિર્દેશ કરી રહી છે. અજાણ્યા લોકોને ઘરમાં એન્ટ્ર ન આપીને સુરક્ષિત રહેવાનો સાવધાની જ એક માત્ર વિકલ્પ બની રહે છે.