બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Attempted robbery at gunpoint on 24-hour traffic-heavy Naroda-Memco road

અમદાવાદ / 24 કલાક ટ્રાફિકથી ધમધમતા નરોડા-મેમ્કો રોડ પર બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ, જ્વેલર્સના વેપારીઓમાં ફફડાટ

Vishal Khamar

Last Updated: 11:47 PM, 1 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં મેમ્કો રોડ પર આવેલી જ્વેલર્સની શોપમાં કેટલાક શખ્શો દ્વારા વેપારી પર હુમલો કરી લૂંટ કરવાની કોશિષ કરતા મામલો બીચક્યો હતો. ત્યારે પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • મેમ્કો વિસ્તારમાં જ્વેલર્સની શોપમાં ઘુસીને લૂંટનો પ્રયાસ
  • સોની પર હુમલો કરીને લૂંટ કરવાની કોશિશ કરતાં મામલો બીચક્યો
  • સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી

શહેરના મેમ્કો રોડ પર આવેલી જ્વેલર્સની શોપમાં આજે વહેલી સવારે રિવોલ્વર લઇને આવેલા શખ્સોએ સોની પર હુમલો કરીને લૂંટ કરવાની કોશિશ કરતાં મામલો બીચક્યો છે. ઘટનાની જાણ પોલીસને થતાં તે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારા વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂ કરી દીધી છે. લૂંટારાઓની તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે જ્યારે ઇજાગ્રસ્ત સોનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ક્રાઇમ બ્રાંચની ટીમ પણ દોડી આવી હતી. 
નરોડા મેમ્કો રોડ પર આજે વહેલી સવારે લૂંટની ઘટના બની 
૨૪ કલાક ટ્રાફિકથી ધમધમતા નરોડા મેમ્કો રોડ પર આજે વહેલી સવારે લૂંટની ઘટના બની છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા મેમ્કો વિસ્તારમાં શિવકૃપા જ્વેલર્સ દુકાન આવેલી છે. વહેલી સવારે સોનીએ રાબેતા મુજબ શોપ ખોલી હતી અને ભગવાનને દીવા અગરબત્તી કરી રહ્યો હતો. ત્યારે બુકાનીધારી શખ્સ આવ્યા હતા અને સોનીના લમણે રિવોલ્વર મૂકીને લૂંટ કરવાની કોશિશ કરી હતી. સોનીએ લૂંટારુનો પ્રતિકાર કરતાંની સાથે જ લૂંટારાઓએ તેના માથામાં રિવોલ્વર મારી દીધી હતી. 

ઇજાગ્રસ્ત સોનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
રિવોલ્વર મારતાંની સાથે જ સોની ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેણે બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી લૂંટારા નાસી છૂટ્યા હતા. આ ઘટનાથી આસપાસના દુકાનદારો દોડી આવ્યા હતા અને તરત જ પોલીસને જાણ કરી દીધી હતી. શહેરકોટડા પોલીસને ઘટનાની જાણ થતાંની સાથે જ તે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઇજાગ્રસ્ત સોનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાઇ
જ્યારે લૂંટારાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. લૂંટારાઓની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે જેના કારણે સમગ્ર હકીકત પરથી પરદો ઊંચકાયો છે.  શોપમાંથી લૂંટ થઇ હતી કે નહીં તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. લૂંટારાઓ એરગન લઇને લૂંટ કરવા આવ્યા હતા કે તેમની પાસે રિવોલ્વર હતી તેની પણ તપાસ થશે. આ ઘટનામાં ક્રાઇમ બ્રાંચ પણ તપાસમાં જોડાઇ છે જ્યારે લૂંટની કોશિશનો ભેદ ઉકેલાઇ જાય તેવું લાગી રહ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

CCTV JEWELERS SHOP MEMCO ROAD Police ROBBERY ATTEMPT ahmedabad investigation જ્વેલર્સની દુકાન તપાસ પોલીસ મેમ્કો રોડ લૂંટનો પ્રયાસ સીસીટીવી ફૂટેજ ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ