બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Attempt to overturn the train near Morbi failed, acorns and bricks crumbled
Priyakant
Last Updated: 11:40 AM, 13 June 2022
ADVERTISEMENT
વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેનને અજાણ્યા ઇસમો દ્વારા ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની મોટી ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ મધરાત્રે મેઇન્ટેનન્સ પૂર્ણ થયા બાદ મોરબીથી વાંકાનેર તરફ મુસાફર વગર જતી ડેમુ ટ્રેનને ઉથલાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે કોઈ અઘટિત ઘટના નહીં બનતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
મેઇન્ટેનન્સ પૂર્ણ થયા ટ્રેનને ઉથલાવવા પ્રયાસ
ADVERTISEMENT
વિગતો મુજબ વાંકાનેર મોરબી ડેમુ ટ્રેનનું મેઇન્ટેનન્સ પૂર્ણ થયા બાદ ટ્રેન મોરબીથી વાંકાનેર તરફ મુસાફર વગર જતી હતી. આ દરમ્યાન મધરાત્રે 3થી 3.30 વાગ્યાના અરસામાં મકનસરથી વાંકાનેર વચ્ચેથી આ ટ્રેન પસાર થતી હતી. ત્યારે ટ્રેનના ડ્રાઇવરે બ્રોડગેજ લાઇન પાસે બાવળ અને ઇંટના કટકા જોતાં ચોંકી ઉઠયા હતા. જે બાદમાં તટકાલિક ઉપરી અધિકારીઓને જાણ કરી હતી.
ટ્રેનમાં મુસાફરો ન હોય મોટી દુર્ઘટના ટળી
મધરાત્રે 3થી 3.30 વાગ્યાના અરસામાં વાંકાનેર મોરબી ડેમુ ટ્રેનને ઉથલાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે વાંકાનેર મોરબી ડેમુ ટ્રેનનું મેઇન્ટેનન્સ પૂર્ણ થયા બાદ ટ્રેન મોરબીથી વાંકાનેર તરફ મુસાફર વગર જતી હોય મોટી દુર્ઘટના ટળી હતી.
સિનિયર સેક્શન એન્જીનીયરે નોંધાવી ફરિયાદ
આ અંગે સિનિયર સેક્શન એન્જીનીયર સુરેશકુમાર ગૌતમે ફરિયાદ નોંધાવી છે. રેલવેને નુકશાન પહોંચાડવા કોશિશ બદલ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. રેલવે પોલીસે ભારતીય રેલ અધિનિયમ 1989ની કલમ 150-(1)-(એ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.