બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Attempt to disturb peace in Nadiad, Jogeshwar temple Hanumanji Idol fragmented

ષડયંત્ર! / નડિયાદમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ! જોગેશ્વર મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરીને શખ્સો ફરાર, પોલીસ કાફલો ઘટનાસ્થળે

Vishnu

Last Updated: 05:48 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અજાણ્યો શખ્સ એક્ટિવા પર આવ્યો હનુમાનજીના દર્શન કરતો હોય તેવો ઢોંગ રચી મૂર્તિ ખંડિત કરી ફરાર થઈ ગયો

  • નડિયાદમાં કેટલાક અસામાજિક તત્વોની કરતૂત 
  • જાગેશ્વર હનુમાનજીની મૂર્તિ ખંડિત કરવાનો કર્યો પ્રયાસ
  • શ્રીફળ વધેરવાના પથ્થરોથી મૂર્તિને નુકસાન પહોંચાડ્યું

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડહોળવાના પ્રયાસ થઈ રહ્યા છે. વિવાદિત પોસ્ટમાં કિશન ભરવાડની હત્યા કેસથી લઈને રામનવમીમાં ખંભાત અને હિમંતનગરમાં થયેલા પથ્થરમારા અને હિંસાની ઘટનાઓ આ વાતની સાક્ષી પૂરે છે. ત્યારે ખેડાના નડિયાદમાં  ધાર્મિક સોહાર્દ બગડે તેવા પ્રયાસ કરવામા આવ્યા છે. જાગેશ્વર હનુમાન મંદિરની મૂર્તિ ખંડિત કરવામા આવતા ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે.

ખેડા -નડિયાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે
નડિયાદમાં શાંતિ દહોડવાનો અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે ત્યારે પવનચક્કી રોડ ઉપર આવેલ જાગેશ્વર હનુમાનજી મંદિરમાં મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે મૂર્તિ ખંડિત થતા તાત્કાલિક નડિયાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે

શું છે સમગ્ર બનાવ?
નડિયાદના પવનચક્કી રોડ ઉપર આવેલ જાગેશ્વર હનુમાનજી મંદિર માં આજે બપોરે એક એક્ટિવા લઈ ઈસમ આવ્યો હતો અને હનુમાનજીના દર્શન કરતો હોય તેવું નાટક કરી હનુમાનજીની મૂર્તિને ત્યાં પડેલ પથ્થર થી મો ના ભાગે આંખ નાક ને નુકશાન કરી મૂર્તિ  ખંડિત કરી હતી આ સ્થાનિકોએ જોઈ બુમાબુમ કરતા તે ઈસમ ઘટના સ્થળે થી ફરાર થઇ ગયો હતો ઘટના ની જાણ વિશ્વ હિન્દુ પરિષદ ને થતા તેમના કાર્યકરોએ નડિયાદ પોલીસને જાણ કરી હતી જેથી નડિયાદ ખેડા પોલીસ સાથે એલસીબી એસઓજી પણ દોડી આવી વિસ્તારમાં આવેલ સીસીટીવી ચેક કરી તપાસ હાથ ધરી છે

VTV ગુજરાતીના સળગતા સવાલ

  • શુ મૂર્તિ ખંડિત કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે
  • ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ ?
  • કોણ ઈચ્છી રહ્યુ છે કે, રાજ્યમાં ધાર્મિક સોહાર્દ બગડે ?
  • શુ આ ઈરાદાપૂર્વક કરવામાં આવેલુ કૃત્ય હોઈ શકે ?
  • શુ આવા કૃત્યથી ધ્રૃવીકરણનો પ્રયાસ થઈ રહ્યો છે ?
  • ધાર્મિક સોહાર્દ બગડવાથી કોને થઈ શકે છે ફાયદો ?
  • શુ આ કૃત્યથી ધાર્મિક દંગા ન ફેલાઈ શકે ?
  • કોણ છે જે ધર્મો વચ્ચે વૈમનસ્ય ફેલાવી દંગા કરવા ઈચ્છે છે ?

સંકળાયેલા મુદ્દાઓ

Hanumanji Idol fragmented Jogeshwar temple disturb peace nadiad જોગેશ્વર મંદિર ધાર્મિક સોહાર્દ નડિયાદ પોલીસ મૂર્તિ ખંડિત શાંતિ ડહોળવાનો પ્રયાસ હનુમાનજી Nadiad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ