Attack on officials who went to catch stray cattle in Surat
મારામારી /
સુરતમાં હથિયારો સાથે ટોળું આવ્યું અને SMCની દબાણખાતાની ટીમ પર તૂટી પડ્યું, SRP જવાનો પણ થયા ઇજાગ્રસ્ત
Team VTV10:04 PM, 05 Aug 22
| Updated: 10:12 PM, 05 Aug 22
સુરત રખડતાં ઢોરને પકડવા ગયેલા SMCના કર્મીઓ પર હુમલો, સંતનુ ચાર રસ્તા પર માલધારીઓ મહિલા સાથે લાકડીઑ લઈ કર્મી પર તૂટી પડ્યા હોવાનૉ આરોપ
સુરતના ગોડાદારા વિસ્તારમાં SMCના કર્મીઓ સાથે મારામારી
સંતનુ ચાર રસ્તા નજીક કેટલાક માલધારીઓએ કરી મારામારી
હુમલામાં મનપાની ટીમ સાથે SRPના જવાનને પણ ઈજા
હાલ સ્થિતિ એવી છે કે જાહેર માર્ગો પર ગાયો રસ્તા વચ્ચે બેસેલી કે દોડતી જોવા મળે છે. રસ્તા પરથી પસાર થતા હોઈએ ત્યારે અચાનક ગાય આવી જાય ત્યારે વાહનચાલક મુશેકેલીમા મુકાય છે. ગાયો ક્યારેક કારણે ક્યારે ઇજા પણ પહોંચે છે. અને આજ કારણે સુરત મનપાની દબાણખાતાની ટીમે રખડતાં ઢોર પકડવાની કામગીરી પર કાર્યવાહી તેજ કરી હતી. પણ ટીમ પર હુમલો થતાં સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
SMCની દબાણખાતાની ટીમ પર મહિલાઓને આગળ ધરી હુમલો
સુરતના ગોડાદારા વિસ્તારમાં SMCના કર્મીઓ સાથે મારામારીની ઘટના સામે આવઇ છે. સંતનુ ચાર રસ્તા નજીક SMCની દબાણખાતાની ટીમ રખડતાં ઢોર પકડવાનું કામ કરી રહી. પણ અચાનક જ કેટલાક માલધારીઓ મહિલાઑ સાથે ધસી આવે છે અને કર્મચારીઓ સાથે મારઝૂડ કરવા લાગે છે.
મનપાની ટીમ સાથે SRPના જવાન ઘાયલ
કર્મીઓનો આરોપ છે કે પકડેલા રખડતા ઢોર છોડાવવા હથિયારો સાથે આવ્યુ ટોળુ આવ્યું હતું અને તેમના પર તૂટી પડ્યું હતું. સ્થતિ થોડા સમય માટે બેકાબૂ થઈ ગઈ હતી. માંડ માંડ જીવ બચાવીને રખડતાં ઢોર પડતાં મૂકીને SMCની દબાણખાતાની ટીમ પરત ફરી હતી. હુમલામાં મનપાની ટીમ સાથે SRPના જવાનને પણ ઈજાઓ થઈ છે. હથિયાર ધારી ટોળાએ મારામારી કરીને પશુને છોડાવ્યુ છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 5, 2022
પોલીસ ફરિયાદ નોંધાઈ
ત્યારે હવે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.ઘટનાને પગલે મનપાના અધિકારીઓ ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ કરી છે. પોલીસે ફરિયાદ આધારે ગુનો દાખલ કરવા કાર્યવાહી હાથધરી છે તેમજ હુમલો કરનાર ઈસમોની અટક કરવા ટીમોને દોડતી કરી હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે.
કેમ ઢોરને રખડતાં મૂકી દેવાય છે?
ત્યારે સવાલ એ થાય છે કે રખડતાં ઢોરને કારણે ઘણા લોકો મોતને ભેટે છે ત્યારે તેની જવાબદારી કોણ લેશે? રખડતાં ઢોરને પકડવા આવેલા અધિકારી પર જીવલેણ હુમલો કેમ? કેમ ઢોરને રખડતાં મૂકી દેવામાં આવે છે, ઘરે કેમ બાંધી રાખવામાં આવતા નથી. અનેક સવાલો ઘટનાને પગલે થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં કોઈ ઘટનાનું સમર્થન કરી રહ્યું છે તો કોઈ ઘટનાને વખોડી રહ્યું છે.