અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી ધમેન્દ્ર ગોસ્વામી પર દીવના નાલિયા માંડવી ખાતે અજાણ્યા શખ્સો જીવલેણ હુમલો કરી ફરાર થયા છે, પોલીસે ધર્મેન્દ્ર ગોસ્વામી પરના હુમલા મામલે તપાસ હાથ ધરી
અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી પર જીવલેણ હુમલો
અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી ધમેન્દ્ર ગોસ્વામી પર હુમલો
દીવના નાલિયા માંડવી ખાતે સાક્ષી ધર્મેન્દ્ર ગોસ્વામી પર હુમલો
અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી પર હુમલો થયો છે. અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી ધમેન્દ્ર ગોસ્વામી પર દીવના નાલિયા માંડવી ખાતે જીવલેણ હુમલો થયો છે. ધર્મેન્દ્ર ગોસ્વામી પર અજાણ્યા શખ્સો હુમલો કરી ફરાર થયા છે. ધર્મેન્દ્ર ગોસ્વામીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
ધમેન્દ્ર ગોસ્વામી પર હુમલો
ધર્મેન્દ્ર ગોસ્વામીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી
RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસના સાક્ષી ધમેન્દ્ર ગોસ્વામી પર જીવલેણ હુમલો થયાની વિગતો સામે આવી છે. દીવના નાલિયા માંડવી ખાતે અજાણ્યા શખ્સોએ ધર્મેન્દ્ર ગોસ્વામી પર હુમલો કર્યો છે, હુમલા ખોરોએ હુમલો કરી ફરાર થઈ ગયા છે. ઈજાગ્રસ્ત ધર્મેન્દ્ર ગોસ્વામીને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગંભીર ઈજાઓના પગલે જૂનાગઢ બાદ રાજકોટ ખસેડવામાં આવ્યા છે. પોલીસે ધર્મેન્દ્ર ગોસ્વામી પરના હુમલા મામલે તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસ હાથધરી
ધમેન્દ્ર ગોસ્વામી પર હુમલા મામલે પોલીસે હુમલાખોરને દબોચવા ચક્રોગતિમાન કર્યા છે. તેમજ સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરી છે. હુમલાની ઘટનાથી અનેક તર્ક-વિતર્ક પણ શરૂ થયાં છે.
જેઠવાની હત્યા કેમ થઈ?
અમિત જેઠવાના સ્વભાવમાં લડત હતી અને તે હત્યાનું કારણ બની.
સલમાન-આમિર ખાન સામે જેઠવા કેસ કરી ચૂક્યા હતાં.
ખાંભામાં નોકરી કરતી વખતે જેઠવાને સોલંકી સાથે અણબનાવ થયો
આ અણબનાવ પછી સોલંકી અને જેઠવા વચ્ચે મૈત્રી થઈ હતી
ખાંભામાં સસ્પેંડ થયા અને નિઝરમાં સરકારે ફરી નોકરી પર મુક્યા
નિઝરમાં પણ સરકારી નોકરીમાં માથાકૂટ કરી અને કેસ થયો
વન્ય જીવ સૃષ્ટિના રક્ષણ માટે ગીર નેચર યુથ ક્લબની સ્થાપના કરી
ગીરના સરહદી વિસ્તારમાં સંસ્થાના 5 હજાર સભ્યો બનાવ્યા
2005માં માહિતી અધિકારનો કાયદો અમલમાં આવ્યો
કાયદાથી વિવાદાસ્પદ માહિતી મેળવી અને કાર્યવાહી કરાવી
રાજકીય વર્ચસ્વ ધરાવતા લોકો સામે જેઠવાએ લડત ચલાવી
ગીર વિસ્તારના સરકારી અધિકારીઓ સામે જેઠવાએ ખૂબ ફરિયાદો કરી
અમદાવાદમાં રહીને કોડીનારની ગેરકાયદે ખાણો સામે લડત ચલાવી
જેઠવાની ફરિયાદો પછી ભૂસ્તર વિભાગ-પોલીસને દરોડા કરવાની ફરજ પડી
કોડીનારના પીછવી તળાવમાં ખનન મામલે જેઠવાએ લડત તેજ કરી
કોડીનારની આ લડતને કારણે દીનુ સોલંકીની મુશ્કેલી વધી હતી
2007 સુધીમાં સોલંકી અને જેઠવાને દુશ્મની થઈ ચૂકી હતી
2007માં કોડીનાર વિધાનસભામાં સોલંકી સામે જેઠવાએ ફોર્મ ભર્યું હતું
સોલંકી ચૂંટણી જીતી ગયા પણ જેઠવાએ તેમની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી
2009માં અમિત જેઠવા પર કોડીનારમાં જીવલેણ હુમલો થયો હતો
હત્યાના ગુનેગાર શિવા સોલંકી સામે જેઠવાએ ફરિયાદ પણ નોંધાવી હતી
ગીરમાં હડમતિયા વિસ્તારમાં ચાલતી ખાણો વિશે જેઠવાએ માહિતી માગી
માહિતી ન મળતા અમિત જેઠવાએ ઉપર સુધી લડાઈ માંડી હતી
જેઠવાની અરજીથી વિજિલન્સની તપાસ થઈ, સોલંકીને 40 લાખનો દંડ થયો
અંબુજાના બે વહાણોને કંડલા બંદરે સીલ કરાવવામાં જેઠવાની ભૂમિકા હતી
20મી જુલાઈ 2010ના દિવસે હાઈકોર્ટની સામે જેઠવાની ગોળી મારી હત્યા થઈ