મુંબઇ: સનાતન સંસ્થાના કાર્યકર્તાના ઘરથી મળ્યા દેશી બોમ્બ અને વિસ્ફોટક

By : krupamehta 12:05 PM, 10 August 2018 | Updated : 12:06 PM, 10 August 2018
મુંબઇ: મહારાષ્ટ્રમાંથી ATSએ શંકાસ્પદ RDXનો જથ્થો ઝડપી પાડયો છે. ATSએ મુંબઈના નાલાસોપારામાં વૈભવ રાઉતના ઘરમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન ATSએ વૈભવ રાઉતના ઘર અને નજીકની દુકાનમાંથી RDXનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડયો છે. 

એટલું જ નહીં પોલીસે વૈભવ પાસેથી 8 દેશી બોમ્બ અને ડેટોરનેટર પણ જપ્ત કર્યા છે. ઉપરાંત  દુકાનમાંથી પોલીસને મોટી સંખ્યામાં ગન પાઉડર પણ મળી આવ્યો છે. 

ગન પાવડર એટલે કે સલ્ફર મોટા પ્રમાણમાં દુકાનની અંદરથી મળ્યું છે જ્યારે કેટલાક ડેટોનેટર પણ મળ્યા છે. જે ગન પાવડર મળ્યો છે એનાથી લગભગ 2 ડઝન બોમ્બ બનાવી શકાય છે. સનાતન ધર્મથી જોડાયેલ વ્યક્તિના ઘરે બોમ્બ અને એને બનાવવાની સમગ્રી મળવી ચોંકાવનારું લાગે છે. 

એટીએસ ટીમ છેલ્લા કેટલાક દિવસથી સતત વૈભવને ટ્રેક કરી રહી હતી અને ગુરુવારે સાંજે દરોડા પાડવામાં આવ્યા. 

જો કે,  પોલીસે વૈભવ રાઉતની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ કે વૈભવ રાઉત સનાતન સંસ્થા અને હિન્દુ જનજાગ્રૃતિ સમિતીના સભ્ય છે. હાલ પોલીસે આ RDXનો જથ્થો કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  Recent Story

Popular Story