બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ATS questioned SDM Ketaki Vyas in Anand Collector's Kamalila case

તપાસ / આણંદના કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા મામલે કેતકી વ્યાસ સહિત 3ને પૂછપરછ માટે લઈ જવાયા, ATS જ બન્યું ફરિયાદ

Last Updated: 06:02 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand News: આણંદ કલેક્ટરની કામલીલાના કેસમાં કલેક્ટર ઓફિસના 3 અધિકારીઓ ADM કેતકી વ્યાસ, નાયબ મામતદાર જે.ડી પટેલ સહિત ત્રણ લોકોની પૂછપરછ હાથ ધરાઇ હતી

 

  • મહિલા SDM કેતકી વ્યાસની ATSએ કરી પૂછપરછ 
  • જે.ડી પટેલ અને  હરેશ ચાવડાની પણ કરી પૂછપરછ 
  • ATSએ ત્રણેયને પૂછપરછ કરીને આણંદ પોલીસને સોંપ્યા


Anand News: કામલીલાના કેસમાં આણંદ કલેક્ટર ડી.એસ.ગઢવીના સસ્પેન્શન બાદ તપાસનો ધમધમાટ શરુ થયો હતો. CMOમાંથી દરેકનો રિવ્યૂ કર્યા બાદ ડી.એસ.ગઢવી અને GAS કેતકી વ્યાસના તમામ સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો હતો. જે કલેક્ટરની કામલીલાના કેસમાં કલેક્ટર ઓફિસના 3 અધિકારીઓની ATSએ પૂછપરછ હાથ ધરી હતી જેમાં અનેક ખુલાસા થયા છે. સ્પાય કેમેરો લગાડવના મામલે ગુજરાત એટીએસ ફરિયાદી બન્યું છે અને એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સહિત 3ની પૂછપરછ બાદ આણંદ પોલીસને સોંપ્યા છે

3 અધિકારીઓની પૂછપરછમાં થયો મોટો ખુલાસો
આણંદ કલેક્ટરની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે ખુલાસો થયો છે. જેમાં કલેક્ટર ઓફિસના 3 અધિકારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. મહિલા ADM કેતકી વ્યાસ, નાયબ મામતદાર જે.ડી પટેલ સહિત ત્રણ લોકોની પૂછપરછ હાથ ધરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કલેક્ટરની ગેરહાજરીમાં તેમની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવ્યા હતા. જાન્યુઆરીમાં કલેક્ટર સ્પાય કેમેરામાં અશ્લીલ હરકતો કરતા ઝડપાયા હતા. સમગ્ર ઘટનામાં કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો. હાલ સમગ્ર ઘટના અંગે ATS તપાસ કરી રહી છે. 

શુ છે સમગ્ર મામલો
આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો. ડી.એસ.ગઢવી મહિલા સાથે આપતિજનક સ્થિતિમાં ઝડપાયા હતા. વીડિયો વાયરલ થયા બાદ તાત્કાલિક અસરથી કલેક્ટર સસ્પેન્ડ કરાયા હતા. સમગ્ર મામલે તપાસ સમિતિ પણ નિમવામાં આવી છે, તો જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાને કલેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ડી.એસ.ગઢવી અને RAC કેતકી વ્યાસના તમામ સ્ટાફને પણ છૂટો કરી દેવાયો હતો. CMOમાંથી દરેકનો રિવ્યૂ કરી સફાયો કરવા આદેશ છૂટ્યા હતા. 

ડી.એસ.ગઢવી અને કેતકી વ્યાસ વચ્ચે ચાલતો હતો વિવાદ
આ વિવાદમાં બીજો પણ ખુલાસો સામે આવ્યો હતો. ડી.એસ.ગઢવી અને અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ વચ્ચે વિવાદ હતો. બંને અધિકારીઓ વચ્ચે વહીવટી કાર્યવિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો. વિવાદને લઈને નજર રાખવા સ્પાય કેમેરા લગાવ્યાની ચર્ચા છે. બંને અધિકારી વચ્ચે ભાગબટાઈને લઈને પણ વિવાદ હોવાની ચર્ચા છે. સમગ્ર મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

ATSની પૂછપરછ Anand News collector DS Garhvi suspended આણંદ પોલીસ ડી એસ ગઢવી સસ્પેન્ડ Anand News
Dinesh Chaudhary
Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ