બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અમદાવાદ / Atiq Ahmed was sentenced to life imprisonment in the Umesh Pal kidnapping case

અમદાવાદ / અતીકને ચક્કર આવતાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો, સાબરમતી સેન્ટ્રલ જેલમાં હવે ‘કેદી નંબર 17052’થી ઓળખાશે

Kishor

Last Updated: 10:53 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના બાહુબલી ગેંગસ્ટર અતીક અહેમદને જેલમાં આવતાંની સાથે જ ચક્કર આવતાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો હતો. જેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ સીક્યુરીટી ઝોનમાં રખાશે.

  • અતીકને ચક્કર આવતાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો
  • સાબરમતી સેન્ટ્રલ જેલમાં હવે ‘કેદી નંબર 17052’થી ઓળખાશે
  • કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે

 ઉત્તરપ્રદેશના બાહુબલી ગેંગસ્ટર અતીક અહેમદને ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સજા ફટકાર્યા બાદ અતીક અહેમદને પરત સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. જેલમાં આવતાંની સાથે જ હવે અતીક અહેમદને ‘કેદી નંબર ૧૭૦પર’ આપવામાં આવ્યો છે. અતીક અહેમદ હવે આ કેદી નંબરથી ઓળખાશે. 

આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે
ઉમેશ પાલ અપહરણકાંડમાં અતીક અહેમદને આજીવન કેદની સજા પડી ગયા બાદ ગઈ કાલે મોડી સાંજે યુપી પોલીસનો કાફલો સાબરમતી જેલ પહોંચ્યો હતો. પ્રીઝન વાનમાંથી ઉતારતાંની સાથે જ અતીકને સીધો જેલમાં લઈ જવામાં આવ્યો હતો. જેલમાં જતાંની સાથે જ અતીક અહેમદને ચક્કર આવવા લાગ્યા હતા, જેથી જેલ સત્તાધીશોએ તરત જ તેને જેલની હોસ્પિટલમાં એડ‌િમટ કર્યો હતો. ક્વોરન્ટાઈન કરાયા બાદ આજે અતીકનો કોરોના માટેનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. જો ટેસ્ટ નેગે‌િટવ આવશે તો અતીકને સીધો હાઇ ‌સીક્યુરીટી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવશે. 

અતીક અહેમદ કેદી નંબર ૧૭૦પરથી ઓળખાશે
અતીક અહેમદને ચાર વર્ષ પહેલાં યુપીથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ચાર વર્ષથી અતીક અહેમદ કાચા કામના કેદી તરીકે હાઇ સિક્યો‌િરટી ઝોનમાં રહેતો હતો, જ્યાં હવે તે પાકા કામનો કેદી થઇ ગયો છે. અતીક અહેમદના જમવા માટેનું ટિફિન પહેલાં બહારથી આવતું હતું અને તે કોઇ પણ પોશાક પહેરી શકતો હતો, પરંતુ હવે તેને જેલનું ભોજન જમવું પડે અને પાકા કામના કેદીના પોશાક પહેરવાે પડશે. આ સિવાય તે કેટલો શ્રમ કરી શકે છે તે મુજબ તેને જેલ સત્તાધીશો કામ પણ આપશે. હવે અતીક અહેમદ કેદી નંબર ૧૭૦પરથી ઓળખાશે. 

ગઇ કાલે રાતે અતીક અહેમદને અમદાવાદ લાવવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે ઉમેશ પાલ અપહરણકાંડમાં અતીક અહેમદને રવિવારના રોજ પોલીસના ચાંપતા બંદોબસ્ત સાથે ૧૩૦૦ કિલોમીટર દૂર ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને નૈની જેલમાં રાખવામાં આવ્યો હતો. બીજા ‌િદવસે પૂરતી સુરક્ષા વચ્ચે અતીકને નૈની જેલથી એમપી-એમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા સંભળાવ્યા બાદ અતીક અહેમદને ઉત્તરપ્રદેશની પોલીસ પરત અમદાવાદ લાવવા માટે નીકળી ગઇ હતી. ગઇ કાલે રાતે અતીક અહેમદને અમદાવાદ લાવવામાં આવ્યો છે અને હવે તે સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ