અટલ પેન્શન યોજના (એપીવાય) કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જે અંતર્ગત હાલ ઓટો ડેબિટ થઈ રહ્યું નથી, પરંતુ 30 જૂને તેનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. એટલે કે 1 જુલાઈથી આ યોજનામાં નાણાં રોકાણ કરનારા લોકોના ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ જશે એટલે કે, ઓટો ડેબિટ થઈ જશે. 11 એપ્રિલે પેન્શન રેગ્યુલેટર 'પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી' (PFRDA)એ કોરોનાવાયરસને કારણે 30 જૂન સુધી બેંકોને ઓટો ડેબિટ ન કરવાની સૂચના આપી હતી. પણ હવે ગ્રાહકોને ઓટો ડેબિટ શરૂ થવાની સૂચના ઈમેલ પર મોકલી દેવામાં આવી છે.
1 જુલાઈથી બદલાઈ જશે સરકારી સ્કીમનો નિયમ
તમારા પૈસાથી જોડાયેલો છે મામલો
આ બદલાવ કરોડો લોકોને કરશે અસર
ઓટો ડેબિટથી લાખો લોકોને અસર થશે, કારણ કે આ યોજનામાં મોટાભાગના ગરીબ વર્ગના લોકો જોડાયેલા છે, જેમની આવક કોરોના દરમિયાન રોકાઈ ગઈ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે 30 સપ્ટેમ્બર 2020 સુધી જેનું પેન્શન સ્કીમ એકાઉન્ટ રેગ્યુલરાઈઝ્ડ નથી, તેમની પાસેથી કોઈ પેનલ્ટી લેવામાં આવશે નહીં.
કેટલી પેનલ્ટી લાગે છે
આમ તો અત્યારે કોઈ પેનલ્ટી વસૂલવામાં આવશે નહીં, પરંતુ સામાન્ય રીતે લેટ પેમેન્ટ કરવા પર પેનલ્ટી લાગે છે. દર મહિને 100 પર 1 રૂપિયો પેનલ્ટી લેવામાં આવે છે. જ્યારે દર મહિને 101થી 500 રૂપિયા પ્રતિ મહિનાના યોગદાન પર 2 રૂપિયા પેનલ્ટી લાગે છે. 501 રૂપિયાથી લઈને 1000 રૂપિયા પ્રતિ મહિનાના યોગદાન પર 5 રૂપિયા પેનલ્ટી લેવામાં આવે છે અને 1001 રૂપિયાથી વધુના યોગદાન પર 10 રૂપિયા પેનલ્ટી ચૂકવવી પડે છે.
શું છે અટલ પેન્શન યોજના
કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત અટલ પેન્શન યોજના એ કેન્દ્ર સરકારની એક સામાજિક સુરક્ષા યોજના છે. આ અંતર્ગત અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને કેન્દ્ર સરકાર તરફથી દર મહિને 1000 રૂપિયાથી લઇને 5000 રૂપિયા સુધીની પેન્શન મળે છે. જણાવી દઈએ કે 18 થી 40 વર્ષની વયની કોઈપણ વ્યક્તિ ખાતું ખોલી શકે છે. આ એકાઉન્ટ કોઈપણ સરકારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખોલી શકાય છે. જોકે, એક વ્યક્તિ ફક્ત એક જ અટલ પેન્શન એકાઉન્ટ ખોલી શકે છે. આ વિશેની સૌથી અગત્યની બાબત એ છે કે જો પેન્શનરનું મૃત્યુ થઈ જાય તો પછી પેન્શન પત્ની અથવા બાળકોને પણ મળી શકે છે.