ફેરફાર / મોદી સરકારની આ પેન્શન સ્કીમમાં 2 દિવસ બાદ બદલાશે એક નિયમ, કરોડો લોકોને થશે અસર

atal pension yojana apy apy scheme details rule will change from 1 july for subscribers

અટલ પેન્શન યોજના (Atal Pension Yojna- APY) ની સાથે જોડાયેલા નિયમોમાં 1 જુલાઈથી મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. મોદી સરકારે અસંગઠિત ક્ષેત્રના લોકો માટે અટલ પેન્શન યોજના શરૂ કરી હતી. તેના આધારે તેમના ખાતામાંથી દર મહિને રૂપિયા ઓટો ડેબિટ થતા હતા. જે છેલ્લા કેટલાક મહિનાથી રોકાયા હતા. 1 જુલાઈથી આ ઓટો ડેબિટ સિસ્ટમ ફરીથી શરૂ થઈ કહી છે. કોરોના મહામારીના કારણે 11 એપ્રિલથી પેન્શન નિયામક પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ બેંકને નિર્દેશ આપ્યો છે કે તે 30 જૂન સુધી ઓટો ડેબિટ ન કરે. આ સાથે એમ પણ કહેવાયું છે કે 30 સપ્ટેમ્બર 2020 સુધી જેની પેન્શન સ્કીમ એકાઉન્ટ રેગ્યુલરાઈઝ્ડ નથી તેમની પાસેથી કોઈ પેનલ્ટી પણ લેવાશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ