બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / GTUમાં અનોખું સ્ટાર્ટઅપ! હવે કેમિકલનો ઉપયોગ બનશે ભૂતકાળ, થઈ સાત્વિક શોધ
Last Updated: 11:17 PM, 15 July 2024
દરેક વસ્તુઓમાં કેમિકલનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે...ખેતરથી લઈને ઘર વપરાશની વસ્તુઓ સુધી તમામ જગ્યાએ કેમિકલનો ઉપયોગ થાય છે...અને આ જ કેમિકલ ક્યારેક માનવ શરીર માટે ઘાતક સાબિત થતું હોય છે...પરંતુ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીમાં આવેલા ઈન્ક્યુબેશન સેન્ટરમાં કંઈક એવું સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું છે જે આવનારા સમયમાં મોટું પરિવર્તન લાવી શકે છે...ત્યારે કેવું છે આ સ્ટાર્ટઅપ અને તેનાથી શું થશે ફાયદો તે જોઈએ
ADVERTISEMENT
કેમિકલના બેફામ ઉપયોગને ઘટાડવાનો હેતુ
કેમિકલ એક એવી વસ્તુ છે જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ફાયદાકારક છે....પરંતુ જો તેનો બેફામ ઉપયોગ થવા લાગે તો તે ઘાતક સાબિત થઈ શકે છે...ત્યારે ઘર વપરાશની વસ્તુઓમાં કેમિકલના થતા બેફામ ઉપયોગને ઘટાડવા અને લોકોનું સ્વાસ્થ્ય જાળવવા માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિર્સિટીમાં આવેલા અટલ ઈન્ક્યુબેશન સેન્ટરમાં એક નવું સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું છે...જેમાં એક ખાનગી લેબોરેટરી દ્વારા નવું સ્ટાર્ટઅપ શરૂ કરી એવી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે જે જરા પણ હાનિકારક નથી...
ADVERTISEMENT
હેન્ડવોશ, ફ્લોર ક્લિનર, મલ્ટી સરફેસ ક્લિનરમાં નામ માત્રનું જ કેમિકલ
આ લેબોરેટરી દ્વારા હેન્ડવોશ, ફ્લોર ક્લિનર, મલ્ટી સરફેસ ક્લિનર, બ્રાસ અને કોપર ક્લિનર સહિતની પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે...આ બધી એવી પ્રોડક્ટ છે જેને પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે...અને આ પ્રોડક્ટમાં કેમિકલનો નામમાત્ર ઉપયોગ કરવામાં આવ્યો છે...
બાળક ભૂલથી પી જાય તો પણ ચિંતાજનક નહીં
આ પ્રોડક્ટ બનાવનાર કંપનીનો દાવો છે કે, જો કોઈ બાળક પણ આ લિક્વિડને પી જાય તો પણ તેને કોઈ નુકસાન નથી થતું...આ તમામ પ્રોડક્ટમાં કલર અને સુગંધ લાવવા નેચરલ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે...ત્યારે ચોક્કસ કહી શકાય કે આ નવતર પ્રયાસ આવનારા સમયમાં મોટું પરિવર્તન લાવી શકે છે...
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.