Sunday, May 26, 2019

कदम मिलाकर चलना होगा ભારતીય રાજનીતિના રાજર્ષિ: અટલબિહારી વાજપાઇ

कदम मिलाकर चलना होगा  ભારતીય રાજનીતિના રાજર્ષિ: અટલબિહારી વાજપાઇ
-કવન આચાર્ય

એક એવા સમાચાર જેનું દુ:ખ દેશની તમામ જનતા સાથે મીડિયા જગતને પણ છે. એક કવિ કહો સર્વશ્રેષ્ઠ સાંસદ કહો રાજકીય ગુરૂ કહો કે પછી તેમને ભારતના પૂર્વ પ્રધાનમંત્રી કહો. તેવા ભારતના અભૂતપુર્વ નેતા અટલ બિહારી વાજપાઇનું નિધન થતાં સમગ્ર દેશમાં શોકનું મોજૂં ફરી વળ્યું હતું.

93 વર્ષના અટલ બિહારી વાજપાઇ છેલ્લા ઘણા સમયથી પથારીવશ હતા. જો કે છેલ્લા કેટલાય સમયગાળાથી તેમણે રાજકીય સંન્યાસ પણ લઇ લીધો હતો અને તેઓ તેમના પરીવારજનો સાથે નિવાસ કરતા હતા. ત્યારે આજરોજ તેમની તબિયત વધારે નાદુરસ્ત થતાં તેમને દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં તેમને યુરિન ફંક્શનમાં તકલીફ થઇ હતી. આ સાથે જ કિડનીમાં પણ કેટલીક તકલીફ આવી હતી. તેમની નાદુરસ્ત તબિયતને કારણે ભારતીય રાજકારણના દિગ્ગજ નેતાઓ એઇમ્સમાં ખબર અંતર પૂછવા પહોંચ્યા હતા.

અટલ બિહારી બાજપાઇના સ્વાસ્થ્ય અંગેના સમાચાર મળતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દવાખાને પહોંચ્યા હતા. તેમના બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમિત શાહ રાજનાથ સિંહ એક સમયના પીઢનેતા લાલકૃષ્ણ અડવાણી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ખબર અંતર પૂછ્યા હતા. જો કે ડોક્ટરના તમામ પ્રયાસો છતાં અટલ બિહારી વાજપાઇએ દવાખાનામાં અંતિમ શ્વાસ લીધા હતા.

અટલ બિહારી વાજપેયીની જીવન જરમર

અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું.

તેમણે ગ્વાલિયરની વિટોરીયા કોલેજ (હવે લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી છે.  પ્રજાસત્તાક ભારતના 10માં વડાપ્રધાન તરીકે તમણે અલગ-અલગ કુલ ત્રણ ગાળાઓમાં દેશની સેવામાં પોતાનું યોગદાન પ્રધાનમંત્રીના પદ પર રહીને આપ્યું છે...વર્ષ 1996માં તેઓ 13 દિવસ માટે..તો  વર્ષ 1998-1999માં 13 મહિના અને વર્ષ 1999-2004માં પૂરા 5 વર્ષ દરમ્યાન  તેઓ આ પદ પર રહી ચુક્યા છે.  

બાળપણના સંભારણા

અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિટોરીયા કોલેજ (હવે લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.

તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી છે.  પ્રજાસત્તાક ભારતના 10માં વડાપ્રધાન તરીકે તમણે અલગ-અલગ કુલ ત્રણ ગાળાઓમાં દેશની સેવામાં પોતાનું યોગદાન પ્રધાનમંત્રીના પદ પર રહીને આપ્યું છે. વર્ષ 1996માં તેઓ 13 દિવસ માટે..તો વર્ષ 1998-1999માં 13 મહિના અને વર્ષ 1999-2004માં પૂરા 5 વર્ષ દરમ્યાન  તેઓ આ પદ પર રહી ચુક્યા છે.  

નવ વખત સાંસદમાં મારી એન્ટ્રી

વાજપેયીજી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહી ચૂકયાં છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ-અલગ ચાર રાજ્યોમાંથી તેઓ એક માત્ર સાંસદ સભ્ય પણ રહી ચુક્યા છે. વર્ષ 1969-1972 દરમ્યાન વાજપેયીજી ભારતીય જન સંઘનાં પ્રમુખ હતાં..જે બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી.  

કવિથી પંડિત સુધીની સફર...

હવે અટલજીએ પ્રાપ્ત કરેલા કેટલાક ખિતાબો પર નજર કરીએ તો વર્ષ 1992માં તેમને પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તો વર્ષ 1993 કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી પ્રાપ્ત કરી હતી. વર્ષ 1994માં  લોકમાન્ય તિલકનો  ખિતાબ પણ તેમણે મેળવ્યો હતો.તો વર્ષ 1994માં જ શ્રેષ્ઠ સંસદસભ્યનો દરજ્જો તેમને મળ્યો હતો. વર્ષ 1994માં  ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ પણ તેમણે પ્રાપ્ત કર્યો હતો.

કવન આચાર્ય VTV News Websiteનાં કોપી એડિટર પણ છે.
( નોંધ: ઉપરોક્ત વિચારો લેખકના વ્યક્તિગત અભિપ્રાય છે.)
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ