બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:54 PM, 4 December 2020
ADVERTISEMENT
પીએમ મોદી એ તેમના સંબોધનમાં IIT ના પ્રતિભાશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પ્રશંસા કરતા કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તમારું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આજે તમારા સંશોધનના લીધે વિશ્વનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેમણે કહ્યું કે ભારતમાં IIT ની સંખ્યા સતત વધી રહી છે અને તેને વધુ મજબૂત બ્રાન્ડ બનાવવાનો અમારો પ્રયાસ છે.
ADVERTISEMENT
સરકાર સતત રિફોર્મ્સ માટે કામ કરી રહી છે : વડાપ્રધાન મોદી
પીએમ મોદી એ કહ્યું કે અગાઉ જ્યારે એરોસ્પેસ એન્જિનિયરો IIT માંથી બહાર નીકળતા હતા, ત્યારે તેમના માટે રોજગારની કોઈ વધુ સારી તકો ઉપલબ્ધ નહોતી. પરંતુ હવે અંતરિક્ષ ક્ષેત્રે થયેલા ઐતિહાસિક રિફોર્મ્સ ને કારણે દરરોજ ઘણા સ્પેસ સ્ટાર્ટ અપ ભારત આવી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતની અમારી સરકાર સતત સુધારણા, પરિવર્તન અને કામગીરીના સિદ્ધાંતો પર કામ કરી રહી છે. અમારો પ્રયાસ છે કે સમાજનો કોઈ પણ વર્ગ સુધારણાની આ લહેરથી વંચિત ન રહી જાય.
Addressing IIT Alumni based in USA. https://t.co/NbeRGUyY4d
— Narendra Modi (@narendramodi) December 4, 2020
કોરોના પછીનો સમય પુનર્વિચાર અને પુરનિર્માણનો : પીએમ મોદી
પીએમ મોદી એ IIT ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ તેમના વિચારો અને અનુભવો શેર કરવા આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે તમારે તમારા જુનિયરને કારકિર્દીની પસંદગી કરવામાં મદદ કરવી જોઈએ જેથી તેઓ પણ પોતાનું નામ અને દેશનું નામ રોશન કરી શકે. તેમણે કહ્યું કે કોરોના પછીનો સમય પુનર્વિચાર અને પુનર્નિર્માણનો હશે.
ઉલ્લેખનીય છે કે PanIIT USA 20 વર્ષથી વધુ જૂનું સંગઠન છે. 2003 થી, આ પ્રકારનું સંમેલન દર વર્ષે આયોજિત કરવામાં આવે છે અને ઉદ્યોગ, શિક્ષણ અને સરકાર સહિત વિવિધ ક્ષેત્રના વક્તાઓને તેમના મંતવ્યો શેર કરવા આમંત્રણ આપવામાં આવે છે. PMO અનુસાર, PanIIT USA ને IIT ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની એક સ્વયંસેવક ટીમ ચલાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ક્રાઈમ સિક્રેટ્સ / વિષ કન્યાએ લીધો 2000થી વધુ પુરુષોનો ભોગ, બનાવી મહિલાઓની ગેંગ, પણ કોઈ ન આપી શક્યું સજા
Dhruv
ચીનની વિચિત્ર હરકત / ચીનનાં તમામ ટોઇલેટ સાફ કરવાની જવાબદારી ડોનાલ્ડ ટ્રમ્પની!
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.