બ્રેકિંગ ન્યુઝ
VTV / At night the woman's scooty punctured and in the morning her dead body was found
Dharmishtha
Last Updated: 10:29 PM, 29 November 2019
ADVERTISEMENT
6 વાગે મહિલા ડૉક્ટર ઘરે આવી રહી હતી
તેલંગાનામાં હૈદરાબાદ પાસેની આ ઘટના વિશે વાત કરીએ તો વેટનરી મહિલા ડૉક્ટર બુધવારે પોતાના ઘર શમ્શાબાદથી કોલ્લુરુ સ્થિત પશુ ચિકિત્સાલય ગઈ હતી. ત્યાંથી તે પાછી આવી રહી હતી. ત્યારે સાંજે 6 વાગે ટોલ પ્લાઝા પાસે તેની સ્કુટી પંચર થઈ ગઈ.
ડૉક્ટરએ સ્કુટી પંચર થયાની વાત બહેનને કરી હતી
ADVERTISEMENT
એ બાદ મહિલાએ તેના ઓળખીતાઓને ફોન કરી રહ્યું કે તેની સ્કુટી પંચર થઈ ગઈ છે. તે બાદ મહિલાએ પોતાની બહેનને ફોન કરી આ સ્કુટી પંચર થયા અંગેની જાણકારી આપી. હતી.
મહિલાએ તેમની બહેનને કહ્યું હતું મને ડર લાગે છે
મહિલાએ પોતાની બહેનને કહ્યું હતું કે મને ડર લાગી રહ્યો છે. જેને લઈને મહિલાની બહને તેને ટોલ પ્લાઝા જવા અને કેબથી આવવા માટે કહ્યું હતું. એ બાદ મહિલાએ કહ્યું કે કેટલાક લોકો તેને મદદ કરવાની વાત કરી રહ્યાં છે તો હું તને થોડા વાર પછી ફોન કરું છું. તે બાદથી તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. એ બાદ પરિવારજનોએ શાદનગર ટોલ પ્લાઝાની પાસે મહિલાની શોધખોળ કરી હતી. પરંતુ તે ક્યાંય મળી નહોતી. સવારે શાદનગરનાં અંડરપાસની પાસે તેની સળગેલી લાશ મળી આવી હતી.
એક યુવક રાતે મહિલાની સ્કુટી લઈને મિકેનિક પાસે ગયો હતો
મિકેનિક શમસેર આલમનાં જણાવ્યાનુસાર, એક છોકરો મહિલા ડૉક્ટરની સ્કુટી લઈને બુધવારે રાતે 9.30 વાગે અહીં આવ્યો હતો. તે સ્કુટી મુકીને ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સીસીટીવી તપાસી રહી છે
મહિલા ડૉક્ટરની હત્યાનો કેસ ઉકેલવાનો પ્રયાસ કરી રહેલી હૈદરાબાદ પોલીસે આ વિસ્તારનાં સીસીટીવી ફુટેજનો આશ્રય લીધો છે. પોલીસ સીસીટીવીની સાથે મહિલાનાં કોલ ડિટેઈલ પણ તપાસી રહી છે.
ડે. કમિશનરે કહ્યું હત્યા કરી લાશ સળગાવાઈ
આ સંબંધમાં શમસાબાદનાં ડેપ્યુટી કમિશનર પ્રકાશ રેડ્ડીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. એ બાદ તેમણે કહ્યું હતું કે અજાણ્યા વ્યક્તિએ ડૉક્ટરની હત્યા કરી તેની લાશને સળગાવી દીઘી હતી. જોકે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ કરી રહી છે. સ્કુટીની નંબર પ્લેટ પણ એક ટ્રકમાંથી મળવાની વાત ચર્ચાઈ રહી છે. જોકે પોલીસ પુરાવાના આધારે તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.