સપ્ટેમ્બર મહિનામાં હાર્ટ અટેકથી લેફ્ટિનેટ કર્નલ અને કર્નલ રેંકથી ઓછોમાં ઓછા 6 સેન્ય અધિકારીઓના મોત થયા છે. આ તમામ અધિકારીઓ 40-45 વર્ષીય ઉમંરના હતા. આ રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના અલગ અલગ વિસ્તારોમાંથી આ પ્રકારના સમાચાર મળી રહ્યા છે. જેનાથી એ નક્કી થાય છે કે દેશમાં જવાનોની ‘ક્વોલિટી ઓફ લાઈફ’ બરાબર નથી. ક્યારેક ક્યારેક તો આ ક્વોલીટી ઓફ લાઈફ બહું ઓછી થતી નજર આવે છે. જેના કારણે દેશના જવાનો તણાવ અને નેગેટિવિટીનો શિકાર થઈ રહ્યા છે. એક રિપોર્ટના જણાવ્યાનુંસાર ભારતમાં દર વર્ષે 1600 જવાનો યુદ્ધમાં નહીં પરંતુ બીજી રીતે ગુમાવી રહ્યા છીએ.
ભારતીય સેનામાં તણાવ અને નેગેટિવિટીને લઈન
સપ્ટેમ્બરમાં હાર્ટ અટેકથી કર્નલ રેન્કના 6 ઓફિસરના મૃત્યુ
દર વર્ષે યુદ્ધ વિના 1600 જવાન ગુમાવે છે જીવ
સુરક્ષાદળોના જીવનમાં તણાવ હંમેશા રહ્યો છે. પંરતુ પહેલા આટલો મોટો મુદ્દો ક્યાંય નહોતો. સેના પર તણાવની કોઈ નેગેટિવ અસર ન પડે તે માટે હંમેશા પ્રાપ્ત સુરક્ષા તંત્ર રહ્યું છે. પરંતુ હાલની સ્થિતિમાં માહોલ બદલાતો દેખાઈ રહ્યો છે.
30થી 40 વર્ષના આર્મી ઓફિસરના રિએક્શનને લઈને જે રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ચોંકાવનારા ફેક્સ સામે આવ્યા
87 ટકા જવાન કામના દબાણના કારણે રજા નથી લઈ શકતા
73 ટકા રજા લઈ પણ લે તો કામના કારણે પરત બોલાવાય છે
63 ટકાએ સ્વીકાર્યું કે કામના કારણે લગ્ન જીવન પર અસર થાય છે
85 ટકાએ જણાવ્યું કે જમતા સમયે પણ ઓફિશિયલ ફોન કોલ્સનો જવાબ આપવો પડે છે.
ટેક્નોલોજીનો ઉપયોગના કારણે ફિજિકલ અને મેન્ટલ બન્ને લેવલ પર નેગેટિવ અસર પડે છે. તેઓ સતત કોન્સ્ટેન્ટ ચેકર્સ એટલે કે જે સતત આનો ઉપયોગ કરે છે. તેની અસર તેમના પર વધારે થાય છે. 40 ટકા અધિકારીઓ માને છે કે તેઓ કોન્સ્ટેન્ટટ ચેકર્સ છે અને 60 ટકા કહે છે કે તેઓ સતત ફોન અથવા ટેબલેટ સાથે સતત જોડાયેલા છે.
સ્ટડી મુજબ 79 ટકાનું કહેવું છે કે તેમના દ્વારા કોઈ પ્રકારની ભૂલ થવાની કોઈ શક્યતા નથી અને દરેક સમયે યોગ્ય હોવું, યોગ્ય નિર્ણય લેવાનો છે અને આ તેમની જવાબદારી છે. જેનાથી ઝીરો એરર સિંડ્રોમ છે. જે તણાવ વધારે છે.