બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / અમેરિકામાં વાવાઝોડાંએ ભારે આતંક મચાવ્યો: એક-બે નહીં, કુલ 21 લોકોના મોત નિપજ્યાં, અનેક ઘરો તબાહ

આકાશી આફત / અમેરિકામાં વાવાઝોડાંએ ભારે આતંક મચાવ્યો: એક-બે નહીં, કુલ 21 લોકોના મોત નિપજ્યાં, અનેક ઘરો તબાહ

Last Updated: 08:37 AM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના દક્ષિણી મેદાનો અને ઓઝાર્ક્સ સહિત ચાર રાજ્યોમાં તોફાનથી સોમવાર બપોર સુધીમાં 21 લોકોના મોત થયા છે અને વાવાઝોડાને કારણે સેંકડો ઘરો બરબાદ થઈ ગયા છે.

અમેરિકાના દક્ષિણ મેદાનો અને ઓઝાર્ક સહિત ચાર રાજ્યોમાં તોફાનના કારણે સોમવારે 21 લોકોના મોત થઈ ગયા. વાવાઝોડાને કારણે સેંકડો મકાનો ધરાશાયી થઈ ગયા. સાથે જ હવામાન વિભાગે હવામાન વધુ ખરાબ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

અહેવાલો અનુસાર, અધિકારીનું કહેવું છે કે મેમોરિયલ હોલિડેમાં મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. અરકાનસાસમાં ઓછામાં ઓછા આઠ, ટેક્સાસમાં સાત, કેન્ટુકીમાં ચાર અને ઓક્લાહોમામાં બે મૃત્યુ થયા છે. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું કે સોમવારે સાંજે ન્યુ જર્સી, ન્યુયોર્ક અને પેન્સિલવેનિયાના ભાગોમાં વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી હતી. વાવાઝોડાથી 30 મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થયા છે, કારણ કે વાવાઝોડું પૂર્વ કિનારા તરફ આગળ વધવાની શક્યતાઓ હતી.

'ઘણા વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં સમય લાગશે'

કેન્ટુકીના ગવર્નર એન્ડી બેશિયરે સોમવારે સવારે રાજ્યમાં ત્રાટકેલા વાવાઝોડાને કારણે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. એક અપડેટમાં, નેશનલ વેધર સર્વિસે એટલાન્ટા વિસ્તાર અને જ્યોર્જિયાના અન્ય ભાગો અને કેટલાક પશ્ચિમી દક્ષિણ કેરોલિના કાઉન્ટીઓ માટે ઓછામાં ઓછા સોમવારે બપોર સુધી ભારે તોફાનની ચેતવણી જારી કરી હતી. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં ઘણા દિવસો લાગી શકે છે.

બેશિયરે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું કે આ અમારા લોકો માટે એક મુશ્કેલ રાત હતી. પછી તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વિનાશક વાવાઝોડાએ લગભગ સમગ્ર રાજ્યને અસર કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે તોફાનથી 100 સ્ટેટ હાઈવે અને રસ્તાઓને નુકસાન થયું છે.

વધુ વાંચો: હમાસના હુમલાનો ઈઝરાયલે આપ્યો જડબાતોડ જવાબ, ગાઝા પર કરી એર સ્ટ્રાઈક, 35 લોકોના મોત

ગવર્નર ગ્રેગ એબોટે રવિવારે મીડિયાને જણાવ્યું કે, ઓક્લાહોમા સરહદ નજીક ઉત્તરી ટેક્સાસમાં એક શક્તિશાળી વાવાઝોડામાં એક બે વર્ષનો અને એક પાંચ વર્ષનાં માસૂમના મોત થયા અને લગભગ 100 લોકો ઘાયલ થઈ ગયા. માહિતી અનુસાર, સોમવારે હવામાનને કારણે હજારો અમેરિકનોએ પાવર કટનો સામનો કરવો પડ્યો હતો. એકલા કેન્ટુકીમાં 180,000 થી વધુ પાવર આઉટેજ હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Hurricane USA Storm Deadly Storm
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ