બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / At least 19 killed in explosion at medical clinic in iran tehran

વિસ્ફોટ / ઇરાનઃ તેહરાનમાં ગેસ લીકના કારણે વિસ્ફોટ થતાં 19 લોકોનાં મૃત્યું

Divyesh

Last Updated: 09:00 AM, 1 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરી તેહરાનની એક મેડિકલ ક્લિનિકમાં ગેસ લીકના કારણે થયેલા વિસ્ફોટમાં 19 લોકોનાં મૃત્યું થયું છે. ઇરાનના સરકારી ટેલિવિઝને મંગળવારે આ અંગેની જાણકારી આપી. અધિકારીઓએ પહેલા 13 લોકોના મૃત્યું અંગે જાણકારી આપી હતી. જો કે તેહરાનના ફાયરબ્રિગેડ વિભાગના એક પ્રવક્તાએ પછી સરકારી ટેલિવિઝનને જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધીને 19 થઇ ગઇ છે.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર ઉતરી તેહરાનમાં એક મેડિકલ ક્લિનિકમાં ગેસ લીક થવાના કારણે વિસ્ફોટની ઘટના ઘટી છે. આ દૂર્ઘટનામાં 19 લોકોનાં મૃત્યું થયા છે. 

સમાચાર એજન્સી IRNA એ પણ મલેકી હવાલાથે જણાવ્યું છે કે મૃતકોમાં 15 મહિલા અને 4 પુરુષ છે. જ્યારે ફાયર બ્રિગેડની ટીમે 20 લોકોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા છે. તેહરાનના ડેપ્યુટી ગર્વનરે સરકારી ટેલિવિઝન દ્વારા જણાવ્યું કે આ બિલ્ડિંગમાં મેડિકલ ગેસ ટેંકમાં લીક થવાના કારણે વિસ્ફોટ થયો અને ત્યાર બાદ આગ લાગી. 

સરકારી ટેલિવિઝને જણાવ્યું છેકે ત્યાં હજુ પણ વધારે વિસ્ફોટ થવાની આશંકા છે, કારણ કે મેડિકલ સેંટરમાં હજી ઘણા ઓક્સિજન ટેંક હાજર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gas leak Tehran blast iran ઇરાન ગેસ લીક તેહરાન વિસ્ફોટ Gas leak
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ