બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / At least 12 killed, many hurt after being hit by train in Jharkhand

ઝારખંડ / BIG NEWS : ઝારખંડમાં મોટો ટ્રેન એક્સિડન્ટ, અડફેટમાં 12 લોકો, 2 કચડાઈ મર્યાં, અફવા પર કૂદતાં સામેની ટ્રેન ફરી વળી

Hiralal

Last Updated: 09:35 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડના જામતાડામાં ટ્રેનની ચપેટમાં આવતાં 12થી વધુ લોકોના મોત થયાં છે.

બુધવારે રાત્રે ઝારખંડના જામતાડામાં એક ગમખ્વાર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જામતાડાના કાલઝારિયા પાસે ટ્રેનની અડફેટે 12 લોકો આવી ગયા હતા અને કપાઈ જતાં 2 લોકોના દર્દનાક મોત થયાં હતા. કેટલાક લોકો ઘાયલ પણ થયાં છે. આ તમામ પ્રવાસઓ ટ્રેનમાં જ મુસાફરી કરી રહ્યાં હતા પરંતુ આગ લાગવાની અફવા ફેલાતાં ટ્રેનમાંથી કૂદી પડ્યાં હતા અને આ દરમિયાન સામેથી આવતી ટ્રેનને ચપેટમાં આવતાં કચડાઈ ગયાં હતા તથા ઘણા ઘાયલ પણ થયાં હતા. 

કેવી રીતે થયો એક્સિડન્ટ

ઝારખંડના જામતાડાના કલઝારિયા પાસે ડાઉન લાઈનમાં બેંગ્લુરુ યશવંતપુર દોડી રહી હતી આ દરમિયાન પાટાના કિનારે નાખવામાં આવેલી માટીમાં ધૂમાડો દેખાતાં ડ્રાઈવરને આગની શંકા પડી જેની અફવા ગાડીમાં ફેલાતાં પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો અને કેટલાક નીચે કૂદી પડ્યાં હતા ત્યારે સામેથી આવી રહેલી ઈએમયુ ટ્રેન તેમની ઉપર ફરી વળી હતી. 

ટ્રેન અકસ્માતની જાણ થતાં હડકંપ મચ્યો 
ટ્રેન અકસ્માતની જાણ થતાં હડકંપ મચ્યો હતો, રેલવે પોલીસ અને સ્થાનિક પ્રશાસન ઘટના સ્થળે પહોંચ્યાં હતા અને તાબડતોબ કાર્યવાહી શરુ કરી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસ અને પ્રશાસનની મદદ માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે હાજર છે.

ટ્રેન રોકાતાં મુસાફરો નીચે ઉતર્યાં હતા-સ્થાનિકનો દાવો 
જો કે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આસનસોલ-ઝાઝા પેસેન્જર ટ્રેનને જામતાડા કરમાતંદ વચ્ચેના કાલાઝારિયા રેલવે સ્ટોપ પર રોકવામાં આવી હતી, જેના કારણે મુસાફરો નીચે ઉતરી ગયા હતા. આ દરમિયાન ભાગલપુર-યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન પસાર થઈ રહી હતી જેની નીચે મુસાફરો કચડાયાં હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Jharkhand train accident Jharkhand train accident news jamtara train accident જામતારા ટ્રેન એક્સિડન્ટ ઝારખંડ ટ્રેન એક્સિડન્ટ Jharkhand train accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ