બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / At Kevadia, Amit Shah said big things about Sardar Patel
Hiren
Last Updated: 11:01 AM, 31 October 2021
ADVERTISEMENT
ગૃહમંત્રી અમિતશાહ આજે સરદાર વલ્લભભાઈની જન્મ જયંતી પર એટલે કે એકતા દિવસ પર સ્ટેચ્યુ ઓફ યૂનિટી ખાતે હાજર રહ્યા જ્યા તેઓ એકતા પરેડમાં શામેલ થયા હતા. જ્યા તેમણે સ્ટેચ્યુ ઓફ યૂનિટી પર ફલ ચઢાવીને તેમને શ્રદ્ધાંજલી આપી હતી.
પરંપરાને આગળ વધાવી
ADVERTISEMENT
અમિત શાહે આ પ્રસંગે લોકોને કહ્યું કે સદિયોમાં કોઈ એક સરદાર બની શકે છે અને તે એક સરદાર સદિયો સુધી પ્રકાશ જીવંત રાખે છે. વધુમાં તેમણે કહ્યું કે સરકાર વલ્લભભાઈના જન્મ દિવસને વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવાનું શરૂ કર્યું . જે પરંપરાને આજે આપણે આગળ વધાવી રહ્યા છે.
સંબોધનમાં ચાણક્યનો ઉલ્લેખ
ચાણક્યનો ઉલ્લેખ કરતા અમિત શાહ બોલ્યા કે તમણે દેશને એક કર્યો હતો. ત્યારબાદ સદિયો પછી સરદાર પટેલે દેશને એક કર્યા હતા. જેના કારણે ભારત આજે વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી ચુક્યો છે. વધુમાં તેમણે કહ્યું કે અંગ્રેજોની સામે પણ સરદાર પટેલે નેતૃત્વ કર્યું હતુંય. જેમા દરેક વાતને તેઓ અંગ્રેજો સામે નીડર થઈને મુકતા હતા જે તેમનું વ્યક્તિત્વ હતું.
ભારતને એક કરવાનું કામ સરદારે કર્યું : અમિતશાહ
આપને જણાવી દઈએ કે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહ આજે એવું પણ બોલ્યા કે સરદાર પટેલે ભારતને એક કરવાનું કામ કર્યું હતું. પરંતુ એ વાતનો તેમણે અફસોસ છે કે લોકોએ તેમને ભુલવાનો પ્રયાસ કર્યો હતો. સાથેજ તેઓ એવું પણ બોલ્યા કે આઝાદી પછી પણ તેમને યોગ્ય સન્માન અનવે સ્થાન ન મળ્યું.
વડાપ્રધાનની જગ્યાએ અમિતશાહ આજે કેવડિયા ગયા
ઉલ્લેખનીય છે કે હાલ વડાપ્રધાન મોદી ઈટલીની રાજધાની રોમમાં ગયા છે. જેથી આ વખતે વડાપ્રધાનની જગ્યાએ ગૃહમંત્રી શાહ એકતા પરેડમાં શામેલ થયા હતા. આ પરેડમાં દરેક રાજ્યોની પોલીસે પરેડ કરી હતી. સાથેજ સીઆઈએસએફ અને બીએસએફની સાથે અન્ય ફોર્સ દ્વારા પણ પરેડ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.