At five times the speed of sound....... Now the destruction of enemies in one fell swoop
પરીક્ષણ /
અવાજથી પાંચ ગણી ગતિએ, હવે એક જ વારમાં દુશ્મનોનો ખાત્મો, હાઇપરસોનિક ટેક્નોલોજીનો જુઓ કમાલ
Team VTV08:58 PM, 09 Dec 22
| Updated: 09:12 PM, 09 Dec 22
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફે સંયુક્ત રીતે હાઈપરસોનિક વાહન પરીક્ષણ હાથ ધર્યું હતું. ટ્રાયલોએ તમામ જરૂરી પરિમાણો હાંસલ કર્યા અને ઉચ્ચ ક્ષમતા દર્શાવી.
ISRO અને ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફે સંયુક્ત રીતે હાઈપરસોનિક મિસાઈલ પરીક્ષણ ધર્યું
ટ્રાયલે તમામ પરિણામો હાંસલ કર્યા
ભારતનું સંરક્ષણ ક્ષેત્ર વધુ મજબૂત થશે
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અને ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફે સંયુક્ત રીતે હાઈપરસોનિક વાહન પરીક્ષણ હાથ ધર્યું હતું. ટ્રાયલોએ તમામ જરૂરી પરિમાણો હાંસલ કર્યા અને ઉચ્ચ ક્ષમતા દર્શાવી. આ પરીક્ષણ પછી ભારતનું સંરક્ષણ ક્ષેત્ર વધુ મજબૂત થશે, ખાસ કરીને તે પાકિસ્તાન અને ચીનની યુક્તિઓને નિષ્ફળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ હથિયાર સાબિત થશે. આ વાહનની ખાસ વાત એ છે કે તે અવાજની ઝડપ કરતાં પાંચ ગણી વધુ ઝડપથી ઉડે છે.
@ISRO and JSIIC @HQ_IDS have jointly conducted Hypersonic vehicle trials.
The trials achieved all required parameters and demonstrated Hypersonic vehicle capability.@adgpi@IAF_MCC@indiannavyMedia
દુશ્મનો પર ઝડપથી પ્રહાર કરશે
હાઇપરસોનિક વાહનો અવકાશમાં ઝડપી પ્રવેશ, લાંબા અંતર પર ઝડપી સૈન્ય પ્રતિસાદ અને વ્યાવસાયિક હવાઈ મુસાફરીના ઝડપી માધ્યમોને સક્ષમ કરે છે. હાઇપરસોનિક વાહન એરોપ્લેન, મિસાઇલ અથવા અવકાશયાન હોઇ શકે છે.હાયપરસોનિક ટેક્નોલોજીને નવીનતમ અત્યાધુનિક ટેકનોલોજી ગણવામાં આવે છે. ચીન, ભારત, રશિયા અને યુએસ સહિત ઘણા દેશો હાઇપરસોનિક હથિયારોના વધુ વિકાસમાં રોકાયેલા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી હાઇપરસોનિક ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે
ભારત છેલ્લા કેટલાક વર્ષોથી હાઇપરસોનિક ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. અમેરિકી કોંગ્રેસમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ ભારત રશિયા સાથે મળીને હાઈપરસોનિક મિસાઈલ બનાવવામાં વ્યસ્ત છે. આ વર્ષે, રશિયાએ યુક્રેન યુદ્ધમાં તેની કિંજલ હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કર્યો હોવાના અહેવાલ છે. ભારત તેના હાઇપરસોનિક ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર વ્હીકલ પ્રોગ્રામના ભાગરૂપે સ્વદેશી, દ્વિ-સક્ષમ હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ પણ વિકસાવી રહ્યું છે. આ મિસાઈલ પરંપરાગત હથિયારોની સાથે પરમાણુ હથિયારોને પણ ફાયર કરવામાં સક્ષમ હશે.