દેશમાં સ્વતંત્રતા દિવસની સાથે જ રક્ષાબંધનની પણ ઉજવણી કરવામાં આવી. આ અવસરે એક બહેનને પોતાના ભાઈની બંદૂક પર રાખડી બાંધી. છત્તીસગઢ પોલીસની મહિલા કોન્સ્ટેબલ કવિતા કૌશલે પોતાના શહીદ ભાઈ આસિસ્ટન્ટ કોન્સ્ટેબલ રાકેશ કૌશલની બંદૂક પર રાખડી બાંધી. તેઓ ઓક્ટોબર 2018માં નક્સલી હુમલામાં શહીદ થયા હતા.
અરનપુર વિસ્તારમાં થયેલા નક્સલી હુમલામાં બે પોલીસ કર્મીઓ અને દૂરદર્શનના એક કેમેરામેનનું મૃત્યુ થયું હતું. આ હુમલામાં રાકેશ કૌશલ શહીદ થયા. કવિતા કૌશલ પોતાના ભાઈને યાદ કરીને તેની સર્વિસ ગન પર રાખડી બાંધી. આ સર્વિસ ગન હવે કવિતા કૌશલને અલોટ કરવામાં આવી છે. તેઓએ કહ્યું કે મેં છત્તીસગઢ પોલિસમાં મારા ભાઈની જગ્યા લીધી છે. મેં પોલિસ વિભાગને તેની સર્વિસ ગન મને આપવા માટે અનુરોધ કર્યો હતો. નક્સલી ડરપોક હોય છે. હું દંતેશ્વરી ફાઈટ્સમાં સામેલ થઈને મારા ભાઈના મૃત્યુનો બદલો લેવા ઈચ્છું છું.
Chhattisgarh: Constable Kavita Kaushal, sister of Assistant Constable Rakesh Kaushal who lost his life in a Naxal ambush in Aranpur along with 2 other policemen&a DD cameraperson in Oct'18, ties 'rakhi' on the gun her brother once used,that has now been allotted to her in service pic.twitter.com/fRNpGq0Eel
ઝારખંડમાં સુરક્ષાબળો અને નક્સલીઓની વચ્ચે ભીડંત
ઝારખંડના ખૂંટી જિલ્લામાં 9 ઓગસ્ટે સુરક્ષાબળ અને નક્સલીઓની વચ્ચેની લડાઈમાં એક નક્સલી મારી દેવામાં આવ્યો હતો. ગુદડીના થોલકોબરા વનમાં આ મુઠભેડમાં સુરક્ષાબળોમાં એક નક્સલી મારી દેવામાં આવ્યો. સુરક્ષાબળોએ ઘણી સિદ્ધી મેળવી. એક ડબલ બૈરલ બંદૂક 315 બોર રાઈફ, એકે 47 મેગેઝીન સહિત અનેક હથિયાર મેળવી લેવામાં આવ્યા હતા. આ સિવાય ડઝન જેટલા મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા.