શાઓમીના Redmi Note 5 Proને ટક્કર આપનારો આસુસ ZenFone Max Pro M1 હવે નવા કલર વેરિયંટ સાથે ભારતમાં લોન્ચ થઈ ગયુ છે. આસુસે ZenFone Max Pro M1નું બ્લુ કલર વેરિયંટ ભારતમાં રજૂ કર્યુ છે. આ પહેલા આ ફોન બ્લેક અને ગ્રે કલર વેરિયંટમાં ઉપલબ્ધ હતો. જણાવી દઈએ કે આસુસ ZenFone Max Pro M1ને આ વર્ષે મે માં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનની ખાસિયતોની વાત કરીએ તો તેમાં ડ્યૂઅલ રિયર કેમેરા અને સ્નેપડ્રેગન 636 પ્રોસેસર છે.
ZenFone Max Pro M1 સ્પેસિફિકેશન
આ ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આઉટ ઓફ બોક્સ એન્ડ્રોઈડ ઓરિયો 8.1 5.99 ઈંચની FHD+ ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યૂશન 1080X2160 પિક્સલ અને આસ્પેક્ટ રેશિયો 18:9 છે. આ ઉપરાંત ફોનમાં ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર ગ્રાફિક્સ માટે એડ્રેનો 509 GPU છે.
ZenFone Max Pro M1 કેમેરા
ફોનમાં રિયર પર ડ્યુઅલ કેમેરા સેટઅપ છે જેમાં એક લેન્સ 13 MP અને બીજો 5MPનો છે. જ્યારે ફ્રન્ટમાં 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. બંન્ને કેમેરા સાથે એલઈડી ફ્લેશ લાઈટ મળશે. આ ફોન 3/4/6GB રેમ તેમજ 32/64GB સ્ટોરેજના વેરિયંટમાં મળશે. સ્ટોરેજને 2TB સુધી વધારી શકાય છે. ફોનમાં 5000mAhની બેટરી છે જેની સાથે 10 વોટનું ચાર્જર મળશે.
ZenFone Max Pro M1 કિંમત
3/32GB સ્ટોરેજ વાળા વેરિયંટમી કિંમત 10 999 રૂપિયા અને 4/32GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 12 999 રૂપિયા છે. ફોનના 6/64GB સ્ટોરેજ વેરિયંટની કિંમત 14 999 રૂપિયા છે.