બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / VIDEO : જોઈ લો જમીન પર રહીને પૃથ્વીને ફરતાં, ફરતાં ફરતાં ઊંધી થઈ ગઈ, રોમાંચક વીડિયો
Last Updated: 07:08 PM, 4 February 2025
આપણને બધાને ખબર છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે પરંતુ આપણે ક્યારેક જમીન રહીને ફરતી પૃથ્વીને જોઈ શકતાં નથી કારણ કે પૃથ્વીને ફરતી જોવા માટે તેની ઉપર ઉઠવું પડે છે પરંતુ હવે પહેલી વાર જમીન પર રહીને ફરતી પૃથ્વીને જોવાનો લહાવો મળ્યો છે.
ADVERTISEMENT
A Day in Motion – Capturing Earth’s Rotation
— Dorje Angchuk (@dorje1974) January 31, 2025
The stars remain still, but Earth never stops spinning. My goal was to capture a full 24-hour time-lapse, revealing the transition from day to night and back again. @IIABengaluru @asipoec (1/n) pic.twitter.com/LnCQNXJC9R
લદ્દાખમાંથી ઝડપવામા આવ્યો ફરતી પૃથ્વીનો વીડિયો
ADVERTISEMENT
ઈન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરીના અવકાશયાત્રી દોર્જે આંગચુકે લદ્દાખમાંથી રહીને ફરતી પૃથ્વીનો એક વીડિયો ઝડપ્યો છે. આ વિડીયોમાં પૃથ્વી ગતિમાં દેખાય છે, જ્યારે ગેલેક્સી સ્થિર દેખાય છે. આ વીડિયો બનાવવામાં ચાર દિવસ લાગ્યા.
24 કલાકનો ટાઈમ-લેપ્સ વીડિયો
31 જાન્યુઆરીના રોજ દોર્જે આંગચુકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં 24 કલાકનો ટાઈમ-લેપ્સ વિડીયો હતો જેમાં દિવસથી રાતમાં પરિવર્તન દર્શાવવામાં આવ્યું હતું. આ જોઈને એ સ્પષ્ટ થાય છે કે ભલે આપણે પૃથ્વીના પરિભ્રમણ અને ગતિથી વાકેફ ન હોઈએ, પણ વાસ્તવમાં તે લાખો વર્ષોથી સતત ફરતી અને આગળ વધતી રહી છે. આપણને પૃથ્વી ફરતી નથી લાગતી, પરંતુ તે ફક્ત તેની ધરી પર જ નહીં પણ સૂર્યની આસપાસ પણ સતત ફરે છે.
સ્પેસમાંથી બુર્જ ખલિફા-મહાકુંભની પણ તસવીર
વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફાની સ્પેસની તસવીર આજકાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. નાસાના અવકાશયાત્રી ડોનાલ્ડ રોયે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફા અને સુંદર શહેર દુબઈની એક મનમોહક તસવીર ઝડપી છે. સ્પેસમાં ઝડપવામાં આવેલી આ બે તસવીરો સ્પસ્ટ રીતે દુબઈની બે જાણીતી બિલ્ડિંગ બુર્જ ખલિફા અને એન દુબઈ જોવા મળી રહી છે. તે ઉપરાંત અમીરાતનું ફેરિસ વ્હીલ પણ આકાશમાંથી જોઈ શકાય છે. આ પહેલા 28 જાન્યુઆરીએ સ્પેસમાંથી મહાકુંભની પણ તસવીર લેવામાં આવી હતી તે પહેલાં રંગોમાં નહાઈ રહેલી પૃથ્વીનો ફોટો પણ લેવામાં આવ્યો હતો. સરવાળે નાસાના યાત્રી આજકાલ આકાશમાંથી પૃથ્વી પરની ચીજોની સુંદર તસવીરો ઝડપી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.