શરીરના આ ભાગ પર આવેલા છે તલ, તો મળશે આ કેટલાક ખાસ સંકેત

By : juhiparikh 07:33 PM, 02 December 2018 | Updated : 07:35 PM, 02 December 2018
સમુદ્રશાસ્ત્રમાં બોડીના કેટલાક એવા પાર્ટ્સ વિશે વાત કરવામાં આવી છે જ્યાં તલ હોવાના શુભ-અશુભ સંકેતો જણાવવામાં આવ્યાં છે. તેના માધ્યમથી કોઈ પણ વ્યક્તિના વ્યવહાર વિશે જાણી શકાય છે. અહીં અમે તમને સમુદ્રશાસ્ત્રના આધાર પર જણાવી રહ્યા છીએ બોડીના કેટલાક એવા પાર્ટ્સ વિશે જે કોઈ પણ વ્યક્તિના વ્યવહાર અથવા તેના ભવિષ્ય વિશે શુભ-અશુભ સંકેત આપે છે.

- જે લોકોની પીઠ પર તલ હોય છે એવા લોકો ખૂબ રોમેન્ટિક અને ખુશમિજાજ હોય છે. આવા લોકો ઓછા સમયમાં જ કોઈ સારા મુકામ સુધી પહોંચી જાય છે.

- સમુદ્રશાસ્ત્ર મુજબ પેટ પર તલ હોવો શુભ નથી માનવામાં આવતો. આવા લોકોના રૂપિયા વધુ ખર્ચ થાય છે.

- પુરૂષોના જમણા હાથ અને મહિલાઓના ડાબા હાથ પર તલ હોય અને મુઠ્ઠી બંધ કરવાથી તે છુપાય જાય તો આ શુભ માનવામાં આવે છે. ભવિષ્યમાં આવા લોકોને દરેક કામમાં ધનલાભ થાય છે.

- જે લોકોના હોઠ પર તલ હોય છે તે ખૂબ ઝડપથી મોટા મુકામને હાંસલ કરી લે છે. આવા લોકોને જીવનમાં ક્યારેય રૂપિયાની અછત નથી થતી.

- શાસ્ત્રો મુજબ જે લોકોની દાઢી પર તલ હોય છે તેમના બગડેલા કામ કાયમ બની જાય છે. આવા લોકોની આર્થિક સ્થિતિ ધીમે-ધીમે સુધરે છે. જો કોઈ પુરૂષની દાઢી પર તલ હોય તો તે ભવિષ્યમાં ધનવાન જરૂર બને છે.

- જે લોકોના નાક પર તલ હોય છે, એવા લોકો મનના સાફ હોય છે. આવા લોકો જોબ કરે કે પછી બિઝનેસ બંનેમાં સફળતા પ્રાપ્ત કરે છે.Recent Story

Popular Story