લાલ મરચાથી જોડાયેલી આ વાસ્તુ ટીપ્સ નહીં જાણતા હોવ તમે

By : krupamehta 11:28 AM, 10 February 2019 | Updated : 11:28 AM, 10 February 2019
આમ તો લાલ મરચાના ખૂબ ફાયદા છે આ વાત તો બધા જાણે છે. જ્યાં એનો ઉપયોગ ભોજનમાં સ્વાદ માટે કરવામાં આવે છે પરંતુ બીજી બાજુ એનો ઉપયોગ બીજા ઘણા અન્ય કામ માટે કરવામાં આવે છે. આ વાત જાણીને હેરાની થશે કે એનો ઉપયોગ વાસ્તુની દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે. લાલ મરચુ નજર ઊતારવા માટે ઉપયોગ લેવાય છે તો બીજી બાજુ લાલ મરચા સફળતાનો દરવાજો ખોલે છે. જેનાથી તમારી કિસ્મત ખૂલી જાય છે. 

કહેવામાં આવે છે કે એક કપડામાં પાંચ સૂકા લાલ મરચાને બાંધીને તમારા પલંગ નીચે રાખવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે નહીં અને ક્યારે. પણ ખરાબ સપના આવશે નહીં. 

કહેવાય છે કે જો  કોઇને નજર લાગી ગઇ હોય તો લાલ મરચાનો પ્રયોગ કરવો સૌથી યોગ્ય છે. એના માટે લાલ મરચું લો અને નજરથી પીડિત વ્યક્તિની એનાથી નજર ઊતારો. નજર ઊતાર્યા બાદ મરચાને ગેસ સળગાવીને બાળવા મૂકી દો. આ પ્રયોગ એક બે વખત કરવાથી તમને ખૂબ જલ્દી ફરક મહેસૂસ થશે. 

એવું માનવામાં આવે છે કે કોઇના કામમાં અડચણ આવી રહી છે તો લાલ મરચાનો ઉપયોગ કરવાથી લાભ થઇ શકે છે. એના માટે એક લાલ મરચાને 21 દાણાને લઇને એને એક લોટા અથવા જગમાં પાણી ભરીને નાંખથી દો અને આ પાણીને પોતાની ઉપરથી સાત વખત ઉતારીને ઘરની બહારના રસ્તા પર ફેંકી દો. 

જો કોઇના ઘરમાં પૈસા ટકતા નથી તો એના માટે એક રૂમાલમાં 7 લાલ મરચાંને બાંધીને અહીંયા રાખો જ્યાં તમે તમારા પૈસા મૂકો છો. આવું કરવાથી ઘરમાં પૈસા ટકવાનું શરૂ થઇ જશે. Recent Story

Popular Story