બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 12:53 PM, 6 July 2025
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, ઘરમાં કેટલાક સ્થાનો અને વસ્તુઓ એવી છે જેને ક્યારેય ખાલી ન રાખવી જોઈએ, નહિતર ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરે છે અને ધનલાભમાં અડચણ આવે છે. જો ઘરના આ વિભાગોને યોગ્ય રીતે જાળવવામાં આવે, તો દેવી લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મળતા રહે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ સ્થાયી થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પહેલું મહત્વનું સ્થાન છે બાથરૂમ. વાસ્તુ અનુસાર બાથરૂમમાં ડોલ ક્યારેય ખાલી ન રાખવી. ડોલ ખાલી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા થાય છે અને આર્થિક મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ખાસ કરીને તૂટેલી કે કાળી ડોલનો ઉપયોગ ન કરવો જોઈએ. આ વસ્તુ ઘરમાં વાસ્તુ દોષ લાવે છે.
ADVERTISEMENT
બીજું મહત્વપૂર્ણ સ્થાન છે પૂજાનો સ્થળ. અહીં પાણીનો વાસણ ક્યારેય ખાલી ન રાખવો જોઈએ. પૂજા કર્યા પછી પણ તેમાં પાણી ભરી રાખવું, તેમાં ગંગાજળ અને તુલસીના પાન નાખવાથી શુભ ફળ મળે છે. એવી માન્યતા છે કે ભગવાન તરસ્યા હોય ત્યારે આ પાણી પીવે છે અને તેથી તેઓ પ્રસન્ન રહે છે અને ઘરને આશીર્વાદ આપે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ઉપરાંત, પોતાની તિજોરી અને પર્સ પણ ક્યારેય ખાલી ન રાખવા જોઈએ. હંમેશા તેમાં થોડા પૈસા રાખવા જોઈએ. ખાલી તિજોરી કે પર્સ દેવી લક્ષ્મીને અસંતુષ્ટ કરે છે અને પૈસાનો પ્રવાહ અટકી જાય છે.
ADVERTISEMENT
છેલ્લું અને અત્યંત મહત્વપૂર્ણ છે ઘરમાં અનાજનો સંગ્રહ. ઘરમાં ક્યારેય ખાલી અનાજનો ડબ્બો કે ડ્રમ ન રાખવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર કહે છે કે જ્યાં અનાજનો અભાવ હોય છે, ત્યાં માતા અન્નપૂર્ણાનો વાસ રહેતો નથી. ઘરમાં અનાજ ભરેલું બોક્સ રાખવાથી ઘરમાં કદી પણ અન્ન અને ધનની તંગી રહેતી નથી. આ તમામ વાસ્તુ ટીપ્સ આપના ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. નિયમિત રીતે આ બાબતોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ બનેલો રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.