બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સૂર્ય ચંદ્રનો અશુભ યોગ, 3 રાશિના કપરા દિવસ થશે શરૂ, અણધારી આફતોનો મારો થશે

ધર્મ / સૂર્ય ચંદ્રનો અશુભ યોગ, 3 રાશિના કપરા દિવસ થશે શરૂ, અણધારી આફતોનો મારો થશે

Last Updated: 08:00 AM, 20 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 જાન્યુઆરી 2025 ના સૂર્ય અને ચંદ્રમાં મળીને એક યોગનું નિર્માણ કરશે, જેને મહાપાત યોગ કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને સારું માનવામાં આવતું નથી.. આ યોગની અસર 3 રાશિઓના જાતકોને ખોટું કામ કરવા પ્રેરિત કરી શકે છે જેના લીધે જેલ પણ થઈ શકે છે.

વૈદિક જ્યોતિષ ગણતરી અનુસાર બુધવાર 22 જાન્યુઆરી 2025 ના મધ રાતથી પહેલા એટલે કે 11:21 કલાકે સૂર્ય અને ચંદ્રમાં વિશેષ સંયોગથી વ્યતિપાત યોગ બનાવશે. આ યોગ જ્યોતિષ શાસ્ત્રમાં ઘણું મહત્ત્વ રાખે છે, કારણ કે આને અશુભ અને વિનાશકારી માનવામાં આવે છે. આ યોગ યારે બને છે જ્યારે સૂર્ય અને ચંદ્ર એક જ નક્ષત્રમાં સ્થિત હોય પરંતુ તેમની દિશા વિપરીત હોય. આ યોગના ખરાબ પ્રભાવથી લોકો ખરાબ કે ખોટ કામ કરવા પ્રેરાઈ શકે છે.

સૂર્ય-ચંદ્ર વ્યતિપાતનું જ્યોતિષમાં મહત્ત્વ

સૂર્ય-ચંદ્ર વ્યતિપાત સ્થિતિને આ બે ગ્રહો વચ્ચે ઊર્જાનું અસંતુલન કહેવામાં આવે છે. આ અસંતુલન વ્યક્તિ અને બ્રહ્માંડ બંને પર નકારાત્મક અસરો કરી શકે છે. વ્યતિપાત યોગનો સમય સામાન્ય રીતે કોઈપણ શુભ કાર્ય, રોકાણ અથવા નવી શરૂઆત માટે વર્જિત માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, તેને મહાપાત દોષ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના પ્રભાવોને ઘણીવાર અશુભ અને વિનાશક તરીકે વર્ણવવામાં આવે છે. આ યોગ દરેક વ્યક્તિના જીવન પર અલગ અલગ અસર કરી શકે છે; ઉદાહરણ તરીકે, આ યોગ દરમિયાન માનસિક તણાવ અને મૂંઝવણ થઈ શકે છે. નિર્ણય લેવાની ક્ષમતા નબળી પડી શકે છે. બિનજરૂરી ખર્ચ અને નાણાકીય નુકસાનની શક્યતા છે. વ્યતિપાત યોગ દરમિયાન સંબંધોમાં સંતુલન જાળવવું પડકારજનક હોઈ શકે છે.

સૂર્ય-ચંદ્ર વ્યતિપાતની રાશિઓ પર અસર

જ્યોતિષશાસ્ત્રમાં વ્યતિપાતનો અર્થ ગ્રહોની સ્થિતિમાં અસંતુલન થાય છે, તેથી જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય-ચંદ્ર વ્યતિપાતનું વિશેષ મહત્વ છે. જ્યારે આ યોગ રચાય છે ત્યારે એવું માનવામાં આવે છે કે બ્રહ્માંડમાં એક પ્રકારનું ઊર્જા અસંતુલન થાય છે. આ પ્રકારની પરિસ્થિતિ બધી રાશિઓ પર નકારાત્મક અસર કરી શકે છે. પરંતુ અમુક રાશિઓન જાતકોએ આ સમયે સતર્ક રહેવું જોઈએ અને સકારાત્મક વિચારસરણી જાળવી રાખવી જોઈએ.

મિથુન

મિથુન રાશિના જાતકોને આ સમયે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના લોકોનું મન ભટકાઈ શકે છે જેને કારણે યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે. સંબંધો અને કાર્યસ્થળમાં મૂંઝવણની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. કાર્યસ્થળ પર સાથીદારો અને ઉપરી અધિકારીઓ સાથે સંકલનનો અભાવ થઈ શકે છે. નવા પ્રોજેક્ટ્સમાં વિલંબ અથવા નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે. બિનજરૂરી ખર્ચ વધી શકે છે. કોઈ જૂના રોકાણથી નુકસાન થઈ શકે છે. પૈસા ઉધાર લેવાનું કે ઉધાર આપવાનું ટાળો, કારણ કે તેનાથી વધુ નાણાકીય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

કન્યા

કન્યા રાશિના જાતકો તેમની વ્યવહારિકતા અને સખત મહેનત માટે જાણીતા છે, પરંતુ આ સમયગાળા દરમિયાન તેમને માનસિક અને શારીરિક થાકનો સામનો કરવો પડી શકે છે. પેટ અને પાચન સમસ્યાઓ જેમ કે ગેસ, અપચો અને એસિડિટી થઈ શકે છે. તણાવને કારણે ઊંઘનો અભાવ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ વધી શકે છે. જૂના રોગો ફરીથી ઉદભવી શકે છે. જીવનસાથી કે પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે. મિત્રો અને સહકર્મીઓ સાથે વાતચીતમાં ગેરસમજ વધી શકે છે. ઝઘડો થઈ શકે છે અને મામલો કોર્ટ સુધી પહોંચી શકે છે. વિવાહિત જીવનમાં અંતર કે વિવાદ થવાની શક્યતા છે. સમયસર કામ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડશે. કાર્યસ્થળ પર તમને તમારી મહેનતનું પૂર્ણ પરિણામ નહીં મળે. યોજનાઓમાં વિલંબ અને વારંવાર ફેરફાર થઈ શકે છે.

વધુ વાંચો: મોરબીમાં ત્રિલોકેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર, ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ સાથે શનિદેવ બિરાજમાન

મકર

મકર રાશિના લોકો ધીરજ અને શિસ્તનું પ્રતીક છે, પરંતુ આ સમયગાળા દરમિયાન વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં પડકારો વધી શકે છે. તમારી મહેનતનું પરિણામ અપેક્ષા મુજબ નહીં મળે. પ્રમોશનમાં વિલંબ થઈ શકે છે. સાથીદારો સાથે મતભેદ અથવા બોસ સાથે વિવાદ થઈ શકે છે. રોકાણ કે વ્યવસાયમાં નુકસાન થવાની શક્યતા છે. ખર્ચમાં અચાનક વધારો થવાને કારણે નાણાકીય સમસ્યાઓ આવી શકે છે. વધતા દબાણ અને તાણને કારણે આત્મવિશ્વાસ નબળો પડી શકે છે. મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું મુશ્કેલ બનશે. પડોશીઓ સાથે વિવાદ અને ઝઘડા થઈ શકે છે. વ્યવસાય કે રોકાણમાં નુકસાન થઈ શકે છે. ખોટા નાણાકીય નિર્ણયો નુકસાનનું કારણ બની શકે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahapat Yog Sun-Moon yuti Dharma
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ