લગ્નજીવનમાં બનાવવુ છે સફળ, તો આજથી જ બેડરૂમમાં લગાવી દો આ વસ્તુઓ

By : juhiparikh 06:50 PM, 10 February 2019 | Updated : 06:50 PM, 10 February 2019
જો તમારા નવા-નવા લગ્ન થયા છે અથવા તો લગ્ન થવાના છે તો તમારે ઘરમાં વાસ્તુની તરફ વિશેષ ધ્યાન આપવું જોઇએ. ખાસ કરીને નવદંપતીના બેડરૂમના વાસ્તુ પર તેમના લગ્નની સફળતા નિર્ભર કરે છે. આ માટે જરૂરી છે કે બેડરૂમમાંથી હંમેશા પોઝિટિવ એનર્જી મળતી રહે, તે માટે ફૉલો કરો આ ટિપ્સ...

રૂમમાં તમારો પલંગ ઉત્તર, ઉત્તર-પૂર્વ અથવા તો દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો. આમ કરવાથી દંપતીની આસપાસ પોઝિટિવ એર્નર્જી વધે અને તેઓ હેલ્ધી-રોમેન્ટિક લાઇફ એન્જોય કરી શકે.

બેડરૂમ એક એવી જગ્યા છે જ્યાં કપલ મોટેભાગે પોતાનો વધારે સમય પસાર કરવાનું પસંદ કરે છે. આ માટે બને ત્યાં સુધી રૂમમાં કોઇ ઇલેક્ટ્રોનિક આઇટમ ના રાખો. ઇલેક્ટ્રોનિક વાઇબ્રેશન્સ નેગેટિવ એનર્જી ઉત્પન્ન કરે છે અને ત્યાં રહેલી તમામ પોઝિટિવ એનર્જીને ખત્મ કરી દે છે. 

બેડરૂમમાં પક્ષીઓની જોડી, રાધા-કૃષ્ણની તસવીર લાગવી શકાય છે, પરંતુ હનુમાનજીની ફોટો ન લગાવવી જોઇએ. હનુમાનજી બાલ બ્રહ્મચારી છે અને તેમની ફોટો બેડરૂમમાંથી લગાવવી એ અશુભ માનવામાં આવે છે. ઉપરાંત ઉદાસી કે નકારાત્મકતા દર્શાવતી ફોટો પણ ન લગાવવી જોઇએ.

માનવામાં આવે છે કે, બેડરૂમમાં નાના છોડ લગાવવાને શુભ માનવામાં આવે છે. તેનાથી ન તો માત્ર તમારા રૂમની સુંદરતા વધે છે સાથે જ સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. જોકે બેડરૂમમાં કાંટાવાળા છોડ લાગવવાનું ટાળવું જોઇએ.

હમેશા ધ્યાન રાખો કે બેડરૂમમાં 2 અલગ ગાદલાની જગ્યાએ 1 ગાદલું રાખો અને ઓઢવા માટેની બ્લેન્કેટ પણ એક હોય તો સારું અને બેડશીટ જો ગંદી કે ફાટી ગઇ હોય તો તેની અસર કપલની લવ લાઇફ પર પડે છે.

ક્યારેય પણ લાફિંગ બુદ્ઘાને બેડરૂમમાં ના રાખવા જોઇએ. રોમાન્સ વધારવા માટે છોડ સિવાય તમે લવ બર્ડ્સ અથવા લવિંગ-ડાન્સિંગ કપલના શોપીસ રાખી શકો છો.Recent Story

Popular Story