બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:05 AM, 30 November 2024
ન્યાયના દેવતા શનિદેવ આવતા વર્ષે રાશિ પરિવર્તન કરશે. શનિદેવના રાશિ પરિવર્તનથી ઘણી રાશિના જાતકોને ફાયદો થશે. જયારે ઘણી રાશિઓના લોકો સાડાસાતી અને શનિ ઢૈયાની અસર થશે. જ્યોતિષીઓ અનુસાર શનિની સાડાસાતી દરમિયાન લોકોને તેમના જીવનમાં ઘણી વખત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. જયારે જ શનિના ઢૈયા પણ કષ્ટદાયક હોય છે. આવતા વર્ષે શનિની સાડાસાતી 3 રાશિના જાતકોને અસર કરશે. આવો, જાણીએ આ રાશિઓ વિશે.
ADVERTISEMENT
શનિ ગોચર
ADVERTISEMENT
જ્યોતિષીય ગણતરી અનુસાર, ન્યાયના ભગવાન શનિદેવ 29 માર્ચે રાત્રે 11:01 વાગ્યે કુંભ રાશિથી મીન રાશિમાં ગોચર કરશે. શનિદેવ આ રાશિમાં અઢી વર્ષ સુધી રહેશે. શનિદેવના રાશિ પરિવર્તનથી તમામ રાશિઓ પર અસર થશે. ઘણી રાશિના જાતકોને આનાથી વિશેષ લાભ મળી શકે છે, પરંતુ આ 3 રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.
મેષ રાશિ - શનિદેવના રાશિ પરિવર્તનને કારણે મેષ રાશિના લોકો માટે સાડાસાતી શરૂ થશે. આ રાશિ પર સાડાસાતીનું પ્રથમ ચરણ ચાલશે. આ રાશિમાં સૂર્ય ભગવાન ઉચ્ચ હોય છે. જયારે સૂર્ય ભગવાન અને શનિદેવ વચ્ચે પ્રતિકૂળ સંબંધ છે. એટલા માટે મેષ રાશિના જાતકોના કરિયર અને બિઝનેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. જો કે ગુરુના ધન ભાવમાં હાજરીને કારણે આર્થિક સ્થિતિમાં કોઈ ફેરફાર થશે નહીં. વિવેકબુદ્ધિથી કાર્ય કરવાની સલાહ છે. વડીલોની સલાહ લઈને કામ કરો. આરાધ્ય હનુમાનજીની પૂજા કરો. મંગળવારે વ્રત રાખો. હનુમાનજીની પૂજા કરવાથી શનિની બાધાઓ દૂર થાય છે.
કુંભ રાશિ - મીન રાશિમાં શનિદેવના ગોચરથી કુંભ રાશિના જાતકોનું સાડાસાતીનું અંતિમ ચરણ ચાલશે. હાલમાં કુંભ રાશિના લોકો માટે સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. સાડાસાતીના અંતિમ ચરણમાં વ્યક્તિને શનિદેવની કૃપા મળે છે. તેમની કૃપાથી ઈચ્છિત સફળતા મળે છે. શનિદેવ કર્મના ફળ આપનાર છે. તેથી, કર્મના માર્ગ પર આગળ વધતા રહો. ભગવાન શિવની પૂજા કરો. દર સોમવાર અને શનિવારે પાણીમાં કાળા તલ નાખીને ભગવાન શિવનો અભિષેક કરો. આનાથી ચોક્કસ ફાયદો થશે. દરેક પ્રકારના બગડેલા કામ સુધરવા લાગશે.
આ પણ વાંચો: ચંદ્ર ગોચર શરૂ થતા જ આ 3 રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન ટાઇમ, ખુલશે સફળતાના નવા દ્વાર
મીન રાશિ - શનિદેવના મીન રાશિમાં ગોચર કરવાની સાથે જ મીન રાશિના જતાકોનું સાડાસાતીનું પ્રથમ ચરણ સમાપ્ત થઇ જશે. જો કે સાડાસાતીનું બીજું ચરણ શરૂ થઈ જશે. સાડાસાતીના બીજા ચરણમાં માનસિક રીતે મજબૂત રહેવું પડશે. જીવનમાં ઘણા ફેરફારો જોવા મળી શકે છે. પર માનસિક અને શારીરિક રીતે વિપરીત અસરો કરી શકે છે. આ માટે સમજી વિચારીને કામ કરવું. ઘણા બનતા કામો પણ બગડી શકે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુની દર ગુરુવારે ભક્તિભાવથી પૂજા કરો. પૂજા દરમિયાન વિષ્ણુ ચાલીસાનો પાઠ અવશ્ય કરો. આ દિવસે ગરદન પર પીળું ચંદન લગાવો. આ સાથે શનિવારે શનિદેવની પૂજા કરો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.