બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / સિંહ સહિત આ રાશિના જાતકો પર શનિ કહેર બનીને તૂટશે! સાચવીને રહેજો

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / સિંહ સહિત આ રાશિના જાતકો પર શનિ કહેર બનીને તૂટશે! સાચવીને રહેજો

Last Updated: 12:28 PM, 4 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો શનિદેવ ગુસ્સે થાય છે તો તેમનો ક્રોધ વિનાશક બની જાય છે. ફેબ્રુઆરીમાં શનિ અસ્ત થઈ રહ્યો છે અને 4 રાશિના લોકોને ઘણી મુશ્કેલી પહોંચાડશે.

1/6

photoStories-logo

1. શનિ અસ્તની નકારાત્મક અસર

શનિ એવો ગ્રહ છે જે સૌથી ધીમી ચાલ ચાલે છે. એટલે જ શનિની સ્થિતિમાં થોડો ફેરફાર પણ લાંબા ગાળાની અને વધારે અસર કરે છે. જો શનિ અશુભ સ્થિતિમાં હોય તો તે જીવનમાં ઉથલપાથલ મચાવી નાખે છે. હાલમાં, શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને ફેબ્રુઆરીના અંતમાં શનિ અસ્ત થઈ રહ્યા છે. શનિ અસ્ત થવાને કારણે, તેનો પ્રભાવ ઓછો થઈ જશે અને તેના કારણે કેટલીક રાશિના જાતકોને ઘણી તકલીફો આપશે. શનિ 40 દિવસ સુધી અસ્ત રહેશે અને આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ, સ્વાસ્થ્ય, પરિવાર વગેરે પર નકારાત્મક અસર કરશે. તેથી, આ લોકોએ ખૂબ સાવધ રહેવું પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શનિ અસ્તનો અર્થ શું થાય છે?

જ્યારે કોઈ ગ્રહ સૂર્યની ખૂબ નજીક આવે છે, ત્યારે તે સૂર્યના તેજને કારણે અસ્ત થઈ જાય છે, એટલે કે તેની શક્તિ નબળી પડી જાય છે અને તે અશુભ પરિણામો આપવા લાગે છે. કેટલીક રાશિઓ પર અસ્ત ગ્રહની નકારાત્મક અસર વધારે થાય છે. 12 ફેબ્રુઆરીના રોજ, સૂર્ય કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે, જ્યાં શનિ પહેલાથી જ હાજર છે. સૂર્ય 14 માર્ચ સુધી કુંભ રાશિમાં રહેશે. સૂર્ય શનિની નજીક હોવાથી, શનિ 28 ફેબ્રુઆરી, 2025 થી 9 એપ્રિલ, 2025 સુધી અસ્ત રહેશે. ત્યારે 4 રાશિના જાતકોને શનિ અસ્તના અશુભ પ્રભાવનો સામનો કરવો પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે, શનિ અસ્ત પરિવારમાં કલેશ કરાવશે. તમારી છબી ખરડાઈ શકે છે. બોલતી વખતે ખૂબ કાળજી રાખો. ખૂબ જ સમજી-વિચારીને રોકાણ કરો. નહીંતર નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે પણ શનિ પ્રતિકૂળ પરિણામો આપશે. આ લોકોને તેમના કરિયરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન કાળજી રાખો. ઓફિસ પોલિટિક્સનો શિકાર બની શકો છો. આર્થિક નુકસાન થઈ શકે છે. પ્રિયજનો વચ્ચે મતભેદ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. સિંહ રાશિ

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને તે તેના દુશ્મન ગ્રહ શનિની નજીક હશે. તેથી, શનિ અસ્ત સિંહ રાશિના જાતકો પર નકારાત્મક અસર થશે. વ્યવસાયમાં મુશ્કેલીઓ આવી શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. નાણાકીય નુકસાન થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. મકર રાશિ

મકર રાશિનો સ્વામી શનિ છે અને શનિ અસ્ત આ રાશિના લોકો માટે તણાવ અને નુકસાનનું કારણ બનશે. નાણાકીય સમસ્યાઓ રહેશે. જે શબ્દો બોલો છો તેનાથી નુકસાન થશે. લોકો ગુસ્સે થઈ શકે છે. DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Shani Asta 2025 Astrology

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ