બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:13 AM, 4 December 2024
વર્ષનો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં 7 ડિસેમ્બરથી પંચક લાગી રહ્યું છે. પંચકની શરૂઆત શનિવારથી થતી હોવાથી તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. શનિવારથી પંચક શરૂ થાય છે ત્યારે તેને મૃત્યુ પંચક કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પંચક મૃત્યુ સમાન પીડા આપે છે અને આ દરમિયાન કોઈપણ કાર્ય કરવાનું પરિણામ અશુભ હોય છે. આ 5 દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને આ દરમિયાન પૂજાપાઠનું ઘણું મહત્ત્વ હોય છે. ત્યારે ચાલો આજે જાણીએ મૃત્યુ પંચક શું છે અને આ સમયગાળા દરમિયાન કયા કાર્યો ન કરવા જોઈએ.
ADVERTISEMENT
શું હોય છે મૃત્યુ પંચક?
પંચક એ પાંચ નક્ષત્રોનો સમય હોય છે જ્યારે અશુભ કાર્યોની અસર પાંચ ગણી વધી જાય છે! આ નક્ષત્રો ધનિષ્ઠા નક્ષત્રનું અંતિમ ચરણ, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર આ નક્ષત્રોમાં હોય છે ત્યારે ખરાબ કાર્યોનું પરિણામ અનેકગણું વધી જાય છે. ખગોળશાસ્ત્ર તેને પૃથ્વીની ચોક્કસ સ્થિતિ સાથે જોડે છે. જ્યારે પૃથ્વી તેની ભ્રમણકક્ષામાં 300 થી 360 ડિગ્રીની વચ્ચે હોય ત્યારે તેને પંચક કાળ કહેવામાં આવે છે. આ દરમિયાન, ચંદ્રનો પૃથ્વી પર પ્રભાવ ઘણો વધારે હોય છે.
ADVERTISEMENT
પંચક દરમિયાન શુભ કાર્યો કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેની અસર પણ પાંચ ગણી વધી જાય છે, જે પ્રકૃતિમાં અસંતુલન પેદા કરી શકે છે. પંચક દરમિયાન કરેલા અશુભ કાર્યોનું ફળ પાંચ ગણું ભોગવવું પડે છે. તેથી પંચક કાળમાં સાવધાની રાખો અને નવા કામ શરૂ કરવાનું ટાળો. એવું પણ માનવામાં આવે છે કે પંચક દરમિયાન અશુભ શક્તિઓનો પ્રભાવ વધી જાય છે. આ કારણે વ્યક્તિને માનસિક, શારીરિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો: 1થી 9 મૂળાંકવાળા માટે કેવો રહેશે 4 ડિસેમ્બરનો દિવસ? બર્થડેટથી જાણો આજનું અંક જ્યોતિષ
પંચકમાં ભૂલથી પણ ન કરો આ કામ
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.