દરેક વ્યક્તિ માટે ભોજન જરૂરી અને મહત્વપૂર્ણ છે. કારણ કે તેના દ્વારા જ માનવ જીવીત રહી શકે છે. ખોરાક આપણા શરીરને ઉર્જા આપે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુશાસ્ત્રમાં ખોરાક લેતા પહેલા કેટલાક ખાસ નિયમો આપવામાં આવ્યા છે.જેનું પાલન કરવું ખુબ જ જરૂરી છે.
Share
1/8
1. ભોજન લેતા પહેલા ભગવાનને પ્રાર્થના કરો
વાસ્તુશાસ્ત્રમાં ભોજનના કેટલાક નિયમો છે. આ નિયમો મુજબ સૌ પ્રથમ તો તમારે ભોજન લેતા પહેલા ભગવાનને પ્રાર્થના કરો કે 'બધા ભૂખ્યાઓને ભોજન મળે.' આ પછી અન્નદેવતા અને અન્નપૂર્ણા માતાની સ્તુતિ કરવાનું અને તેમનો આભાર માનવાનું ભૂલશો નહીં.
આ તસવીર શેર કરો
2/8
2. ભોજન કરતી વખતે હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખો
વાસ્તુશાસ્ત્ર મુજબ ભોજન કરતી વખતે હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને બેસવું જોઈએ. દક્ષિણ દિશા તરફ બેસીને કરેલું ભોજન ભૂત દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. પશ્ચિમ દિશા તરફ મુખ રાખવાથી રોગો વધે છે.
આ તસવીર શેર કરો
3/8
3. કોઈએ ફેંકી દીધેલો ખોરાક ન ખાઓ
કોઈએ ફેંકી દીધેલો ખોરાક કે બચેલો ખોરાક ન ખાવો જોઈએ. તો સાથે જ અડધા ખાધેલા ફળો, મીઠાઈઓ વગેરે પણ ન ખાવા જોઈએ.
આ તસવીર શેર કરો
4/8
4. પીપળા કે વડના ઝાડ નીચે ભોજન ન કરવું
વધુ પડતા ઘોંઘાટ અને ઝઘડાવાળા વાતાવરણમાં અથવા પીપળા કે વડના ઝાડ નીચે ભોજન ન કરવું જોઈએ.
આ તસવીર શેર કરો
5/8
5. ઉભા રહીને, જૂતા પહેરીને ભોજન ન કરો
ખોરાક હંમેશા આરામથી બેસીને ખાવો જોઈએ. ઉભા રહીને, જૂતા પહેરીને કે માથું ઢાંકીને ખાવો ન જોઈએ.
આ તસવીર શેર કરો
6/8
6. પલંગ પર બેસીને ભોજન ન કરો
પલંગ પર બેસીને, હાથમાં ખોરાક રાખીને કે તૂટેલા વાસણોમાં ભોજન ન કરવું જોઈએ.
આ તસવીર શેર કરો
7/8
7. ઈર્ષ્યા સાથે કરેલું ભોજન ક્યારેય પચતું નથી
દ્વેષ, દુઃખ, બીમારી, લોભ, ક્રોધ, ભય અને ઈર્ષ્યા સાથે કરેલું ભોજન ક્યારેય પચતું નથી.
આ તસવીર શેર કરો
8/8
8. સવારે અને સાંજે જ ભોજન કરવું જોઈએ
સવારે અને સાંજે જ ભોજન કરવું જોઈએ. કારણ કે પાચનની જઠરાંત્રિય અગ્નિ સૂર્યોદય પછી 2 કલાક અને સૂર્યાસ્ત પછી 2.30 કલાક સુધી મજબૂત રહે છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vastushashtra
food
Astrology
VTV Gujarati
WhatsApp Channel Invite
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.