બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:09 AM, 6 July 2025
1/6
ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળદેવ હાલમાં સૂર્યની રાશિ સિંહમાં છે, પરંતુ જલ્દી તેઓ 28 જુલાઈની રાત્રે 8:11 વાગ્યે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, મંગળ હિંમત, ઉત્સાહ, મહેનત અને ઉર્જાનો પ્રતીક માનવામાં આવે છે. જ્યારે તે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે તમામ રાશિઓના જીવન પર કંઈક અસર લાવે છે. ખાસ કરીને આ વખતે, 4 રાશિઓ માટે મંગળનું આ ગોચર નવી તકો, સફળતા અને લાભ લઈને આવશે.
2/6
મંગળે મેષ રાશિના છઠ્ઠા ભાવમાં પ્રવેશ કર્યો છે, જે નોકરી, સ્પર્ધા અને આરોગ્ય સાથે જોડાયેલ છે. મેશ રાશિના લોકો માટે આ સમય નવાં મંચો સુધી પહોંચવાનો છે. નોકરી કરનાર લોકો માટે પ્રમોશન કે નવી જવાબદારીઓ મળી શકે છે. ઉદ્યોગપતિઓ માટે આ સમય નફાકારક રહેશે અને હરીફો સામે જીતની સંભાવના વધારે છે. પારિવારિક જીવનમાં સમજૂતી વધી શકે છે અને સ્વાસ્થ્યમાં તંદુરસ્તી મળશે, જો તમે કસરત અને આહારનું યોગ્ય પાલન કરો તો.
3/6
મંગળ સિંહ રાશિના બીજા ભાવમાં પ્રવેશ કરશે, જે પૈસા, વાણી અને કુટુંબ સાથે સંકળાયેલ છે. આ સમયગાળો આર્થિક રીતે લાભદાયક સાબિત થશે. નવી આવકના સ્ત્રોત ઉભા થઈ શકે છે અને અટકેલા પૈસા પાછા મળી શકે છે. કાર્યસ્થળે તમારી વાતચીત અને નેતૃત્વ પ્રશંસનીય બનશે. કુટુંબમાં આનંદનો માહોલ રહેશે અને પ્રેમ સંબંધો માટે પણ શુભ સમય છે. જો તમે વાતચીતમાં મીઠાશ રાખશો તો સંબંધો વધુ મજબૂત બની રહેશે.
4/6
મંગળ કન્યા રાશિના પ્રથમ ભાવમાં પ્રવેશ કરશે, જે વ્યક્તિના સ્વભાવ, સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસને સંકેત આપે છે. આ સમયગાળો તમારા આત્મવિશ્વાસને બૂસ્ટ આપશે. તમે તમારી યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકી શકશો. કાર્યક્ષેત્રે તમને યોગ્ય માન-સન્માન મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પણ ગુસ્સો નિયંત્રણમાં રાખવો જરૂરી છે. યોગ અને ધ્યાન તમારા માટે લાભદાયક રહેશે. પ્રેમ જીવનમાં રોમાંસ વધી શકે છે.
5/6
મંગળનો કન્યા રાશિમાં ગોચર વૃશ્ચિક રાશિના અગિયારમો ભાવ – લાભ સ્થાનને સ્પર્શ કરશે. આ ગોચર વૃશ્ચિક રાશિ માટે ખૂબ શુભ છે. આર્થિક રીતે અચાનક લાભ મળી શકે છે. તમારું નેટવર્ક મજબૂત બનશે અને નવી તકેદારી સાથે નોકરી-વ્યવસાયમાં વૃદ્ધિ મળશે. મિત્રો અને જીવનસાથીનો સહયોગ પણ આપની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવશે.
6/6
મંગળના ગોચર દરમિયાન ધાર્મિક ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને નકારાત્મક ઉર્જાનો અસર ઘટાડે છે. મેષ અને સિંહ રાશિના જાતકોએ મંગળવારે ગોળ અને શેકેલા ચણાનું દાન કરવું જોઈએ, જેનાથી કારકિર્દી અને આરોગ્ય બંનેમાં સુધારો આવી શકે છે. કન્યા રાશિના લોકો માટે લીમડાનું વૃક્ષ વાવી તેનું નિયમિત રીતે પાલન કરવું શુભ માનવામાં આવે છે, જે વ્યક્તિગત વૃદ્ધિ અને આત્મવિશ્વાસ માટે ફળદાયક છે. જ્યારે વૃશ્ચિક રાશિના જાતકોએ લાલ મસૂરનું દાન કરવું અથવા રક્તદાન કરવું, જેનાથી આર્થિક લાભ તેમજ સામાજિક સન્માનમાં વધારો થવાની શક્યતા રહે છે. આ ઉપાય કરવાથી મંગળના ગોચર દરમિયાન ખાસ લાભ મળવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ