બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / લવ, બ્રેકઅપ કે લગ્ન? હવે હાથમાં રહેલી આ દુર્લભ રેખા જણાવશે તમારું ભવિષ્ય

હસ્તરેખા શાસ્ત્ર / લવ, બ્રેકઅપ કે લગ્ન? હવે હાથમાં રહેલી આ દુર્લભ રેખા જણાવશે તમારું ભવિષ્ય

Last Updated: 12:10 PM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હસ્તરેખા શાસ્ત્ર દ્વારા આપણે વ્યક્તિના ભવિષ્ય, લવ લાઈફ અને લગ્ન વિશે અનેક અગત્યની વાતો જાણી શકીએ છીએ. હાથની રેખાઓ ઘણી વખત આપણા જીવનના રહસ્યોને ઉજાગર કરે છે.

હસ્તરેખા શાસ્ત્ર એ પ્રાચીન વિજ્ઞાન છે, જેના દ્વારા વ્યક્તિના હાથની રેખાઓ પરથી તેના ભવિષ્ય વિશે ઘણા મહત્વના તારણો કાઢી શકાય છે. ખાસ કરીને લવ લાઈફ, લગ્ન, રિલેશનશિપ અને કરિયર વિશે હસ્તરેખા આપણી અંદરના રહસ્યો ખુલાસે કરે છે. દરેક વ્યક્તિના મનમાં કોઈ ન કોઈ સમયે પ્રશ્ન ઉભા થાય છે કે લગ્ન ક્યારે થશે? લવ મેરેજ થશે કે અરેન્જ મેરેજ? જીવનસાથી કયો હશે? બ્રેકઅપ તો નહિ થાય ને? આ બધા પ્રશ્નોના જવાબ હાથની રેખાઓ દ્વારા મળી શકે છે.

palmistry-2

લગ્ન રેખા કઈ છે?

લગ્ન રેખા એ હાથની બહારની બાજુએ, નાની આંગળી (લિટલ ફિંગર) ની નીચે, હ્રદય રેખા અને આંગળીઓ વચ્ચે જોવા મળે છે. જો આ રેખા સ્પષ્ટ, ડાર્ક અને સીધી હોય તો વ્યક્તિની લવ લાઈફ ખૂબ સારી અને રોમેન્ટિક હોય છે. આવા જાતકોને પ્રેમાળ જીવનસાથી મળે છે. જો લગ્ન રેખાની નજીક ત્રિશૂળનું ચિન્હ હોય, તો એ ખૂબ શુભ માનવામાં આવે છે.

લગ્ન ક્યારે થશે?

જો લગ્ન રેખા થોડી નીચે તરફ હોય તો લગ્ન સમયસર થવાની શક્યતા વધારે હોય છે. પરંતુ જો આ રેખા મધ્યમાં છે, તો આશરે 30 વર્ષની આસપાસ લગ્ન થાય છે. અને જો રેખા ઉપર તરફ હોય, તો લગ્ન મોડાં થાય છે અથવા જીવનસાથીના મળશે થોડી મોડેથી.

palmistry

અરેન્જ મેરેજ કે લવ મેરેજ?

જો લગ્ન રેખા પર વર્ગ (ચોરસ) જેવું ચિન્હ હોય અને હાથમાં શુક્ર પર્વત ઊંચો અને ચમકતો હોય, તો એ લવ મેરેજની સંભાવના બતાવે છે. આવા જાતકો પોતાના પ્રેમી સાથે લગ્ન કરે છે. જ્યારે રેખા સરળ અને કોઈ વિશિષ્ટ ચિન્હ વગર હોય તો એ અરેન્જ મેરેજ તરફ ઈશારો કરે છે.

બ્રેકઅપની શક્યતા ક્યારે?

જ્યારે લગ્ન રેખા કપાયેલી હોય, હલ્કી દેખાતી હોય અથવા તેની નજીક અન્ય રેખાઓ જોડાયેલી હોય, તો એ લવ લાઈફમાં તણાવ, દુખદ અનુભવો કે બ્રેકઅપની શક્યતા દર્શાવે છે.

આ પણ વાંચો : આજે બુદ્ધ પૂર્ણિમા પર કરો આ મહાઉપાય, થશે બમણી પ્રગતિ, જાણો પૂજાનું શુભ મુહૂર્ત

હસ્તરેખા શાસ્ત્ર એક માર્ગદર્શન છે

આ તમામ વાતો હસ્તરેખા શાસ્ત્ર પર આધારિત છે અને જીવનમાં શું થશે એ સંપૂર્ણપણે માત્ર રેખાઓ પર નિર્ભર નથી. મહેનત, વિચારશીલતા અને યોગ્ય નિર્ણય પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હસ્તરેખા માત્ર એક માર્ગદર્શક છે, અંતિમ નિર્ણય આપના હાથમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

palmistry marriage line love life prediction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ