આ વર્ષે નવરાત્રીમાં થઇ રહ્યા છે અદ્ભુત સંયોગ, થશે લાભ જ લાભ

By : juhiparikh 06:38 PM, 10 October 2018 | Updated : 06:39 PM, 10 October 2018
શક્તિ ઉપાસના અને શક્તિ અર્જનનો તહેવાર છે નવરાત્રી. નવરાત્રીના નવ દિવસ વર્ષના સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. આ નવ દિવસની રાત્રીમાં વિશેષ ઉર્જા પ્રાપ્ત થાય છે. એટલા માટે નવરાત્ર કહેવામાં આવે છે. વર્ષના આ દિવસોમાં ભારતીય ધર્મ અને દર્શનમાં ઐતિહાસિક મહત્વ છે કેમકે આ દિવસોમાં ઘણી સારી દિવ્ય ઘટનાઓનો ઉલ્લેખ આપણા પૌરાણિક ગ્રંથોમાં જોવા મળે છે. 

કેટલાય દશકો બાદ આ વર્ષે આશ્વિન નવરાત્રીમાં અનેક સંયોગ એક સાથે બની રહ્યા છે. સ્વાતિ નક્ષત્રનો પ્રારંભ થવાને કારણે નવરાત્રીમાં સાધના કરનારા સાધકોને કલ્યાણ થવાના સંકેતો છે. સુદ્ધુદ્ધિની દેવી માં ગાયત્રીની ઉપાસના, સાધનનાથી સાધકને લાભ  થાય છે. આ દિવસો દરમિયાન મનોયગોપૂર્વકની સાધના વધારે ફળદાયી છે. 

નવરાત્રી સાધનાનું મહા પર્વ છે. આ નવ દિવસોમાં મનોયોગપૂર્વકની સાધનાથી સિદ્ઘિ પ્રાપ્ત થાય છે અને સાધનાથી શુદ્ધિ પણ મળે છે. સાધના એક તપશ્ચર્યા છે, જેના અનેક ફાયદા છે. સાધનાથી શુદ્ઘિ પ્રાપ્ત થાય છે. 

સાધનામાં સાધકનો પ્રયાસ હંમેશા આત્મ પરિષ્કાર કરવા માટે હોવો જોઇએ. , કેમ કે જે જે પરિબળોમાં સાધકની શુદ્ધિ થાય છે, તેમ સ્વતઃ મળી જાય છે. દૈનિક સાધનાના ક્રમમાં સૌથી પહેલા પવિત્રીકરણ અને આચમન કરવામાં આવે છે. જેનાથી આપણે મન, વાણી, અંતઃકરણથી પવિત્ર બને, શક્તિ ઉર્જાને ધારણ કરવા યોગ્ય બની શકીએ.

આપણી અંદર જેવા વિચાર અને ભાવ હશે તે તમારા કાર્યમાં દેખાશે. આજે દરેક જગ્યાએ પ્રદૂષણ પોતાના વિભિન્ન રૂપો સંવ્યાપ્ત છે અને  પ્રદૂષણને દૂર કરવા માટે વિભિન્ન ઉપાય કરવામાં આવે છે.આ વૈચારિક પ્રદૂષણને દૂર કરવાનો ઉપાય છે આત્મ સાધના અને આ આત્મ સાધનાને તીવ્રગતિ આપે છે. નવરાત્રી. આ વર્ષે કેટલાય દશકો બાદ આ અદભૂત સંયોગ બનવા જઈ રહ્યો છે. જે સાધકોને ખાસ પુણ્ય આપે છે. આ વખતે શરદ નવરાત્રીના 9 દિવસ છે, જે સુખ-સમુદ્ઘિના શુભ સંકેત છે. 

આ વખતે શરદ નવરાત્રીમાં ગ્રહોની સ્થિતિ ખુબ જ શુભ છે. શુક્ર પોતાના ઘરમાં વિરાજમાન છે, જે ગ્રોહની ચાલ અનુસાર સારી સ્થિતિ માનવામાં આવે છે. આ વખતે નવરાત્રિમાં રાજયોગ, દ્વિપુસ્કર યોગ, અમૃત યોગ સાથે સર્વાર્થ સિદ્ધિ અને સિદ્ધિ યોગનો સંયોગ બને છે. આ ખાસ સંયોગમાં માતાની ઉપાસના, સાધના, અરાધના વધારે ફળદાયી છે. Recent Story

Popular Story