બ્રેકિંગ ન્યુઝ
Nidhi Panchal
Last Updated: 10:28 AM, 4 July 2025
04 જુલાઈ 2025ના રોજ ચંદ્ર દેવ તુલા રાશિમાં ગોચર કરી રહ્યા છે. ચંદ્ર ગોચરનો સમય સવારે 03:18 વાગ્યે થયો હતો. અગાઉ ચંદ્ર કન્યા રાશિમાં હતા અને હવે તેઓ 06 જુલાઈ સાંજે 4 વાગ્યા સુધી તુલા રાશિમાં વિહાર કરશે. તુલા રાશિ રાશિચક્રમાં સાતમું સ્થાન ધરાવે છે અને તેનો સ્વામી શુક્ર છે. ચંદ્ર દેવ માનસિક શક્તિ, સુખ, માતા, વિચારશક્તિ અને મનોસ્થિતિને સંકેત આપે છે. આ ગોચરના કારણે કેટલીક રાશિઓ પર ખાસ શુભફળ મળશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તુલા રાશિમાં ચંદ્રના ગોચરથી તુલા જાતકોને મોટી સફળતા મળવાની સંભાવના છે. આજે તમને કોઈ ખુશખબર મળી શકે છે. નોકરીમાં મહેનત કરનારાઓને બોનસ મળી શકે છે. જેમણે અત્યાર સુધી પોતાની કાર ખરીદવાનો સ્વપ્ન જોતા હોવ, તેનો આજે આરંભ થઈ શકે છે. વ્યવસાયમાં પણ નફો મળવાની શક્યતા છે. લગ્નિત જીવનમાં સમતોલતાને કારણે શાંતિ અને આનંદ રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વૃશ્ચિક રાશિના લોકો માટે પણ ચંદ્રનો આ ગોચર ખૂબ શુભફળદાયી રહેશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા ગુણ મળશે અને આત્મવિશ્વાસ વધશે. નોકરીમાં તમારા પ્રતિસ્પર્ધીઓ પર જીત મળશે અને બોસ પણ તમારી પ્રશંસા કરશે. પરિવારના વડીલોના આરોગ્યમાં સુધારો થશે અને વર્ષો પછી પડોશીઓ સાથે ફરીથી વાતચીત શરૂ થઈ શકે છે. ઘરમાં ખુશી અને હાસ્યનું વાતાવરણ બનશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો : દેવશયની એકાદશીથી લઈ નાગ પંચમી સુધી, જુલાઈમાં આવશે આ મુખ્ય વ્રત અને તહેવારો
મકર રાશિના જાતકોને આ ગોચર નાણાકીય લાભ અપાવશે. લગ્નિત લોકો તેમના જીવનસાથી સાથે સમય વિતાવીને આનંદ અનુભવી શકશે. કુંવારા લોકોએ જેને મનમાં પસંદ કર્યું છે, તેમને પોતાનું મન વ્યક્ત કરવા માટે આજનો દિવસ યોગ્ય છે. પરિવારના સભ્યનું આરોગ્ય સુધરશે અને ખાસ કરીને માતા સાથેના સંબંધોમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.